INDIA

લોકડાઉન ની શરૂઆત,આ જગ્યા પર ગુરુવાર થી 7 દિવસ નું લોકડાઉન – જાણો અહી.

ઇન્દોર, ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરના સ્મશાન ઘાટો પર પણ અંતિમ સંસ્કાર માટે પણ રાહ જોવી પડી રહી છે. ચિતાઓ ઠંડી થાય તે પહેલાં જ બીજા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.ગ્વાલિયરમાં 576 લોકો પોઝિટિવ આવ્યા જ્યારે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જબલપુરમાં 552 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મૃત્યુ થયા. ગ્વાલિયરમાં સંક્રમણ દર દૌથી વધુ 33% અને ભોપાલમાં 28% છે. સમગ્ર રાજયના આંકડા જોઈએ ટો સોમવારે 8998 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. પોઝિટિવિટી રેટ પણ વધીને 19% થયો છે.

ઘણા મૃતદેહોને મેડિકલ કોલેજ સહિતની ખાનગી હોસ્પિટલોમાં રાખવા પડ્યા હતા. મોક્ષ સંસ્થાના આશિષ ઠાકુરના કહેવા મુજબ, એક ચિતા સળગાવ્યા બાદ તેને ઠંડા થવામાં સમય લાગે છે, પરંતુ ચૌહાણી સ્મશાન ઘાટમાં એક ચિતાની જ્વાળાઓ ઓલવાતાની સાથે જ બીજી ચિતા ગોઠવવી પડી રહી છે.મધ્યપ્રદેશમાં કોરોનાની ગતિ બેકાબૂ બની રહી છે. સરકારે ભોપાલ બાદ ગ્વાલિયરમાં પણ 7 દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. ગ્વાલિયરમાં 15 એપ્રિલથી સવારે 6 વાગ્યાથી 11 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.

મધ્યપ્રદેશના મોટા શહેરોમાં લોકડાઉન અને રાત્રિના કર્ફ્યુ બાદ પણ કોરોનાની ગતિને કાબૂ મેળવવામાં આવી રહ્યો નથી. જેમ જેમ દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે, તેમ સંસાધનો સમાપ્ત થઈ રહ્યા છે. આ 4 મોટા શહેરોમાં 24 કલાકમાં 4,136 નવા કેસ સામે આવ્યા છે અને 21 લોકોના મોત થયા છે. ઈન્દોરમાં સૌથી વધુ 1,552 લોકો પોઝિટિવ મળી આવ્યા છે અને 6 લોકોના મોત થયા છે. ભોપાલમાં 1,456 નવા કેસ નોંધાયા અને 5 લોકોના મોત થયા છે.

ઈન્દોરના 5 સ્મશાન ઘાટોમાં 12 દિવસમાં 990 અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેમાંથી 319 કોરોના સંક્રમિતોના મૃતદેહ હતા. અહીં પણ, અંતિમ સંસ્કારની રાહ જોવી પડી રહી છે.જબલપુરના ચૌહાણી સ્મશાન ઘાટ પર સોમવારે 30 કોરોના સંક્રમિતોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તંત્રના રેકોર્ડમાં 2 દિવસમાં 8 લોકોના મોત નોંધાયેલા છે. જ્યારે બે શંકાસ્પદ મૃતદેહના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 8553 સેમ્પલની તપાસ કરાઈ છે. પોઝિટિવ રેટ વધીને 18 ટકાની સપાટી પર પહોંચી ગયો છે.ઈન્દોરમાં હવે એક દિવસમાં સૌથી વધારે 1552 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. ગયા વર્ષે સમગ્ર એપ્રિલ મહિનામાં અંદાજે 1400 દર્દીઓ નોંધાયા હતા. પરંતુ આ વખતે એખ જ દિવસમાં તેનાથી પણ વધારે દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જોકે સોમવારે રેકોર્ડ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આવી જ સ્થિતિ ભોપાલના ભદભદા વિશ્રામ ઘાટની છે. અહીંયા સોમવારે 41 કોરોના સંક્રમિતોના મૃતદેહો પહોંચ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર કરવા માટેની જગ્યા નહોતી. સળગટી ચિતાઓ વચ્ચે ખુબ જ નજીક અન્ય ચિતા ગોઠવવામાં આવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *