INDIA

એક બાજુ કોરોના થી માણસો મરે છે તો બીજી બાજુ ,રાજકીય રેલીઓ નીકળે છે – જુઓ દ્ર્શ્યો

કોરોનાની એન્ટ્રી સમયે સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો કરતા નેતાઓ જ ચૂંટણી જીતવા માટે લોકોના જીવ દાવ પર મૂકતા ખચકાતા નથી. એવું નથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કે માસ્ક વિના લોકોના ટોળેટોળાં ફક્ત ભાજપની જ ભીડમાં જ જોવા મળે છે, પરંતુ TMC, લેફ્ટ અને કોંગ્રેસની રેલીઓમાં પણ આવાં જ વરવાં દૃશ્યો જોવા મળે છે, જે ચૂંટણી બાદ કોરોના વિસ્ફોટ માટે જવાબદાર બની શકે છે.એક બાજુ સામાન્ય લોકોને રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, જેનો પણ રાજકીય લાભ ખાટવા ગુજરાતમાં ઊંચું સ્થાન ધરાવનારા નેતાઓ કોઈ કસર છોડતા નથી.

મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં તો આંશિક લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ આ બધાંની વચ્ચે જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં જાણે કોરોનાની બીજી લહેરે દસ્તક જ ન આપી હોય એવું લાગી રહ્યું છેદેશ અને દુનિયામાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણીવાળાં રાજ્યોમાં કોરોના સાવજ ન હોય એવું લાગી રહ્યું છે. દરેક રાજકીય પક્ષ ચૂંટણીપ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ઘોળીને પી ગયા છે. કોરોનાના કેસમાં અમેરિકા બાદ ભારત બીજા નંબરે છે. એ

કોરોનાની બીજી લહેર સુનામી બનીને દેશભરના લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. સોમવારે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં રોડ શો આયોજિત કર્યા, આ રોડ શોમાં હૈયેહૈયે દળાય તેટલી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *