Uncategorized

ખાનગી કંપની અને ઓફિસોને લઇને વિજય રૂપાણીનો મોટો નિર્ણય, જાણો

મુખ્યમંત્રીએ કહ્યું, વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ સતત ને સતત વધ્યા છે અને ગુજરાતમાં પણ વધ્યા છે. હું દાવા સાથે કહીશ કે, ગુજરાત સરકારે અનેક નિર્ણયો કર્યા છે. સરકાર અને તંત્ર એક વર્ષથી કોરોના વાયરસને પ્રથમ પ્રાથમિકતા આપી છે.

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે. જેમાં નવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાના આદેશ કરી દેવાયા છે.

આ સિવાય સીએમ રૂપાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે રાજ્યની સરકારી,અર્ધ સરકારી અને બોર્ડ નિગમ અને ખાનગી હોસ્પિટલમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

14 એપ્રિલથી ગુજરાતમાં લગ્નમાં વધુમાં વધુ 50 જ લોકોને હવે ભેગા થવાની મંજૂરી આપવામાં આવશે. સીએમ રૂપાણીએ જાહેરાત કરી કે દરેક પ્રકારના જાહેર સમારંભ અને બર્થડે પાર્ટીઓ પર પ્રતિબંધ કરવામાં આવે છે. એપ્રિલ અને મે મહિનામાં બધા જ તહેરવારોની ઉજવણી પર પ્રતિબંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *