INDIA

કાલે રાત્રિ ના 8 વાગ્યા થી લોકડાઉન જેવા નિયમો,સમગ્ર રાજ્ય માં કલમ 144

તેમણે પોતાના સંબોધનમાં ​​ ​​જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત નિયંત્રણો લાગૂ થશે. આવતીકાલથી ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ થશે.​​​​​આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાગૂ થશે,મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,

પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે ત્યારે તેને અંકૂશમાં લેવા કડક પગલા ભરવા પડશે.મહારાષ્ટ્રમાં બુધવારે રાત્રે 8 વાગ્યાથી 1 મે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન જેવા નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. તેનાથી બ્રેક ધ ચેઇન અભિયાન નામ આપવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કલમ-144 લાગૂ કરવામાં આવી છે.

બિનજરૂરી રીતે અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સમગ્ર રાજ્યમાં કલમ-144 લાગૂ રહેશે. કારણ વગર ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ રહેશે. અલબત સ્થાનિક અને અન્ય બસોની સેવા ચાલુ રહેશે. ઓટો-ટેક્સિ સેવા પણ ચાલુ રહેશે. બેન્કને લગતા કામકાજ ચાલુ રહેશે.

રાજ્ય સરકારે કોવિડ સંબંધિત સુવિધાઓ માટે રૂપિયા 3,300 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. આ ઉપરાંત 5.50 હજાર કરોડના આર્થિક મદદનું પેકેજ તૈયાર કર્યું છે.CM ઉદ્ધવ ઠાકરેએ 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયા આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રિક્ષાચાલકોને પણ રૂપિયા 1500ની મદદ કરવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને પણ રૂપિયા 2000ની આર્થિક મદદ કરવામાં આવશે.

રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત પ્રવર્તિ રહી છે. અમને અન્ય રાજ્યોમાંથી પણ ઓક્સિજન મંગાવવાની છૂટ આપવામાં આવે. કેન્દ્ર સરકાર માર્ગોની સાથે હવાઈ માર્ગો મહારાષ્ટ્રમાં ઓક્સિજન મોકલવામાં આવે. આ માટે વાયુસેનાનો ઉપયોગ કરવા અપીલ કરી,રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત, કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર
રાજ્યમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

કોરોના વાઈરસ નિયંત્રણ બહાર થઈ ગયો છે. કોરોના માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થા ખૂબ જ ઓછી પડી રહી છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. મહારાષ્ટ્રમાં હોસ્પિટલો પર જબરજસ્ત દબાણ સર્જાયું છે. વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવે. તેનાથી કોરોનાની લહેરને નબળી પાડી શકાશે.

સ્કૂલ, કોલેજ, થિયેટર, ગ્રાઉન્ડ, પાર્ક જિમ વગેરે બંધ રાખવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે, રેસ્ટોરાં પણ માત્ર ગોમ ડિલિવરી માટે ચાલુ રાખવામાં આવશે. દરેક જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ રાખવામાં આવશે. આ ઉપરાંત આર્થિક રીતે નબળાં આ સમય માટે કોઈ પેકેજ પણ બનાવવામાં આવી શકે છે.આ અગાઉ એવી શક્યતા દર્શાવવામાં આવતી હતી કે આ લોકડાઉન ગઈ વખત જેવું નહીં હોય તેમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. ખાનગી ઓફિસો બંધ રાખવામાં આવશે જ્યારે જરૂરી સેવાઓવાળી સંસ્થા ચાલુ રાખવામાં આવશે.

શહેરમાં 919 ઈમારતો હાલના સમયે સીલ કરવામાં આવી છે. નાગપુરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના કારણે 69 લોકોના મોત થયા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે ફરી એક વાર લોકડાઉનના સંકેત આપ્યા છે.આજે સવારથી અત્યાર સુધીમાં મુંબઈમાં 6905 નવા કેસ નોંધાયા છે અને આ સિવાય 43 લોકોના મોત થયા છે. રાજ્યમાં ડબલિંગ રેટ 36 દિવસનો થઈ ગયો છે.

લોકડાઉનના ડરથી અહીં લોકોએ કરિયાણું અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરવાની શરૂઆત કરી દીધી છે. લોકોનું કહેવું છે કે, અમે એવી કોઈ સ્થિતિમાં ફસાવા નથી માંગતા કે અમારી પાસે કરિયાણાની પણ અછત આવી જાય.લોકડાઉનની શક્યતાના પગલે મુંબઈમાં કરિયાણાની દુકાનની બહાર લાંબી લાઈનો જોવા મળી છે.

સંપૂર્ણ લોકડાઉનની તો હજી જાહેરાત પણ નથી થઈ. ધારાવીથી 25 હજાર મજૂરો પલાયન કરી ચૂક્યા છે.લોકડાઉનની શક્યતાએ મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો મહારાષ્ટ્રથી પલાયન કરી રહ્યા છે. મોટા ભાગના મજૂરોને કામ મળવાનું બંધ થઈ ગયું છે. આવી સ્થિતિ એ સમયે શરૂ થઈ છે જ્યારે માત્ર વીકેન્ડ લોકડાઉન, નાઈટ કર્ફ્યુ અને અમુક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

4 Replies to “કાલે રાત્રિ ના 8 વાગ્યા થી લોકડાઉન જેવા નિયમો,સમગ્ર રાજ્ય માં કલમ 144

 1. 1. Вибір натяжних стель: як вибрати ідеальний варіант?
  2. Модні тренди натяжних стель на поточний сезон
  3. Які переваги мають натяжні стелі порівняно зі звичайними?
  4. Як підібрати кольори для натяжної стелі у квартирі?
  5. Секрети догляду за натяжними стелями: що потрібно знати?
  6. Як зробити вибір між матовими та глянцевими натяжними стелями?
  7. Натяжні стелі в інтер’єрі: як вони змінюють приміщення?
  8. Натяжні стелі для ванної кімнати: плюси та мінуси
  9. Як підняти стеля візуально за допомогою натяжної конструкції?
  10. Як вибрати правильний дизайн натяжної стелі для кухні?
  11. Інноваційні технології виробництва натяжних стель: що варто знати?
  12. Чому натяжні стелі вибирають для офісних приміщень?
  13. Натяжні стелі з фотопринтом: які переваги цієї технології?
  14. Дизайнерські рішення для натяжних стель: ідеї для втілення
  15. Хімічні реагенти в складі натяжних стель: безпека та якість
  16. Як вибрати натяжну стелю для дитячої кімнати: поради батькам
  17. Які можливості для дизайну приміщень відкривають натяжні стелі?
  18. Як впливає вибір матеріалу на якість натяжної стелі?
  19. Інструкція з монтажу натяжних стель власноруч: крок за кроком
  20. Натяжні стелі як елемент екстер’єру будівлі: переваги та недоліки
  вартість натяжної стелі natjazhnistelifvgtg.lviv.ua .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *