INDIA

કોરોના નો વધતો કહેર જોઇ ને કેન્દ્ર સરકાર હરકત માં,અચાનક લઇ લીધો મોટો નિર્ણય

4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે.

એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે. બંને પરીક્ષાથી જોડાયેલા સરકારના નિર્ણય.4 મેથી 14 જૂન સુધી ચાલનારી 12માંની બોર્ડ પરીક્ષા હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. આ પરીક્ષા તે પછી થશે.

બોર્ડ 1 જૂને સ્થિતિની સમીક્ષા કરશે. ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.આ છાત્રોની પરીક્ષા 4 મેથી 14 જૂન સુધી યોજાવવાની હતી. આ રદ એટલે કે કેન્સલ કરી દેવામાં આવી છે. એટલે કે આ વર્ષે તેમની પરીક્ષા નહીં યોજાય. તમામ સ્ટૂડન્ટ્સ આગામી ક્લાસ માટે પ્રમોટ કરવામાં આવશે, રિઝલ્ટની સાથે.

આ રિઝલ્ટનો આધાર શું હશે તે CBSE નક્કી કરશે.જો કોઈ છાત્ર બોર્ડ દ્વારા દેવામાં આવેલા માર્ક્સથી સંતુષ્ટ નહીં હોય તો તે પરીક્ષામાં સામેલ થઈ શકે છે. પરંતુ આ પરીક્ષા ત્યારે થશે જ્યારે તેના માટે દેશમાં સ્થિતિ સામાન્ય બની જશે.શિક્ષણ મંત્રાલયથી જોડાયેલાં એક અધિકારીએ જણાવ્યું કે શોર્ટ નોટિસ પર 12માંની ઓનલાઈન એક્ઝામ શક્ય નથી.

આટલી જલદી છાત્ર પોતાની જાતને ઓનલાઈન પેટર્ન માટે કઈ રીતે તૈયાર કરી શકે? એવામાં એક્ઝામ ઓનલાઈન કરાવવી અને તેને કેન્સલ કરવા જેવાં વિકલ્પ શક્ય નથી.આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની બુધવારે બપોરે લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ લેવાયો છે.

આ પહેલાં અનેક નેતા અને રાજ્ય સરકાર CBSEની પરીક્ષાઓ ટાળવાની માગ કરી ચુક્યા હતા.કહેવામાં આવે છે કે બેઠકમાં અધિકારીઓની ભલામણ હતી કે 12માં અને 10માંની બંને ધોરણની પરીક્ષાઓ ટાળી દેવામાં આવે. પરંતુ વડાપ્રધાને બધાંના અભિપ્રાય સાંભળ્યા બાદમાં કહ્યું કે બાળકો પહેલેથી જ કોરોનામાં ઘણું નુકસાન અને પરેશાનીનો સામનો કરી ચુક્યા છે.

એવામાં 10માં પરીક્ષા રદ કરવી જોઈએ અને 12માંની પરીક્ષાને હાલ પૂરતી ટાળી દેવી જોઈએ.4 મેના રોજ CBSE બોર્ડની એક્ઝામ યોજાવાની હતCBSEની 10માં અને 12માં બોર્ડની પરીક્ષા 4મેએ યોજાવાની હતી. ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ એસોસિએશને પણ 10માં અને 12માંની પરીક્ષા ટાળવાની માગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *