SPORT

ગુજરાતના બોલરે કર્યો ચમત્કાર, કોલકાતાને ભૂંડી રીતે હરાવ્યું- જાણો અહી

IPL 2021ની પાંચમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 5 ઓવરમાં 31 રનની જરૂર હતી, 6 વિકેટ હાથમાં હતી અને તેમણે 10 રને મેચ ગુમાવી. ગુજરાતી બોલર્સ કૃણાલ પંડ્યા અને જસપ્રીત બુમરાહે રનગતિ પર એવી બ્રેક લગાવી કે આન્દ્રે રસેલ અને દિનેશ કાર્તિક જેવા ફિનિશર્સનો શ્વાસ રૂંધાઇ ગયો.

153 રન ચેઝ કરતાં નાઈટ રાઈડર્સે 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 122 રન કર્યા હતા. દિનેશ કાર્તિક અને શાકિબ અલ હસન ક્રિઝ પર ઊભા હતા. જોકે, ગુજરાતી ધારે તો કંઈપણ કરી શકે એ સ્વેગમાં કૃણાલ પંડ્યા અને જસપ્રીત બુમરાહે મેચનું રૂપ બદલી નાખ્યું.

કૃણાલે 16મી ઓવરમાં માત્ર 1 રન આપીને શાકિબની વિકેટ ઝડપી. તે પછી 18મી ઓવરમાં બરોડાના ડાબોડી સ્પિનરે 3 રન જ આપ્યા. બીજીતરફ, ગુજરાતના ફાસ્ટ બોલર અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બુમરાહે 17મી ઓવરમાં 8 રન આપ્યા. અને તે બાદ નાઈટ રાઈડર્સને 2 ઓવરમાં 19 રનની જરૂર હતી ત્યારે 19મી ઓવરમાં માત્ર 4 રન આપીને રનચેઝમાંથી તેમના માટે મેચ જીતવી અલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કરી નાખી.

મેચ ગુમાવ્યા પછી નાઈટ રાઈડર્સના માલિક અને બૉલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માફી માગી હતી. SRKએ લખ્યું કે, નિરાશાજનક પ્રદર્શન. તમામ ફેન્સની માફી માગું છું. ઉલ્લેખનીય છે કે, KKR હૈ તૈયાર વાળું સ્લોગન ધરાવતી ટીમ મુંબઈ સામે જીતવા ક્યારેય તૈયાર હોતી નથી. આજની મેચ સહિત તેમણે હવે મુંબઈ સામે છેલ્લી 13માંથી 12 મેચ ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *