GUJARAT SURAT

સુરતમાં એક 14 દિવસની માસુમ બાળકીને કાળમુખો કોરોના ભરખી ગયો-ઓમ શાંતી

આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. કિડની અને ખેંચની બીમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જોકે એ અને હું બન્ને નેગેટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું.
રોહિત વસાવા (નવજાત બાળકના પિતા)એ જણાવ્યું હતું કે બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. અમે વ્યારા લઈ ગયા હતા, જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેવાયા હતા.

બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું.હાલ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે.વિજય શાહ (બાળ નિષ્ણાત, સુરત સિવિલ હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે, બાળકનો જન્મ થયો હતો ત્યારે એનું વજન 2 કિલો 800 ગ્રામ હતું. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયુ ત્યારે 2 કિલો 200 ગ્રામ હતું.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

બાળકને કોરોના પોઝિટિવ હતું. પણ બીજી બીમારીને કારણે મૃત્યુ થયું હોય એ વાત પાક્કી છે.બાળકને ઝાડા-તાવ સાથે ડી હાઈડ્રેશન, જુદા જુદા ઇન્ફેક્શન અને રેપીડ ટેસ્ટ પોઝિટિવ સાથે સિવિલ લવાયું હતું. સેપ્ટિસિમિયાના કારણે બાળકનું મોત નીપજ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *