Uncategorized

કોરોનાએ હવે હદ કરી: RT-PCR ટેસ્ટને પણ દગો આપી દીધો, લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ

હદ છે હવે કોરોના વધુ ખાતરનાખ બન્યો છે કરણ કે હવે કોરોના એ rt pcr ની કીટ ને પણ દગો આપ્યો છે એટલે કે કોરોના પોઝિટિવ હોવા છતાં પણ વ્યક્તિનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. આ જ કારણે સંક્રમણને નિયંત્રિત કરવુ વધુ મુશ્કેલ બની ગયું છે. હોસ્પિટલોમાં દરરોજ એવા કેસ સામે આવી રહ્યાં છે જ્યાં ગંભીર લક્ષણ વાળા દર્દીઓનો રિપોર્ટ પણ નેગેટિવ આવી રહ્યો છે. કેટલાંક કેસમાં તો બે-ત્રણ વાર ટેસ્ટ કરાવ્યા છતાં સાચુ પરિણામ સામે નથી આવી રહ્યું.

નિદાન પદ્ધતિ છે, જેમાં એક નળીના માધ્યમથી મોઢા અથવા નાકની તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં કોરોનાના લક્ષણ વાળા દર્દીઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જેનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેનાથી જાણવા મળે છે કે નવો કોરોના વાયરસ પરંપરાગત ટેસ્ટ સાધનોને દગો આપવામાં સક્ષમ છે.

આ પાછળ નું મોટું કારણ જણાવતા ડોકટરો એ કહ્યું કે

તેના કારણ પર પ્રકાશ પાડીએ તો, ડોક્ટરોનું કહેવુ છે કે, શક્ય છે કે વાયરસ તે દર્દીઓના ગળા અથવા નાકમાં ન હતો તેથી જ્યારે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ ન આવ્યો. ડોક્ટરે કહ્યું કે વાયરસે પોતાને ACE Receptors સાથે જોડી લીધું છે જે ફેફસાની કોશિકાઓમાં જોવા મળતુ એક પ્રકારનું પ્રોટીન છે, તેથી જ્યારે Bronchoalveolar Lavage માં ફેફસામાંથી ફ્લૂઇડ સેંપલ લેવામાં આવ્યા તો કોવિડ હોવાનું જાણવા મળ્યું.

સાથે જ, ડોક્ટરોનું કહેવું છે કે, આ વખતે કોરોના દર્દીઓમાં નાક વહેવા અને શરદી જેવી સમસ્યા પણ જોવા મળી રહી છે. જે પહેલા ન હતી. ઘણાં દર્દીઓને ખાંસી અને શ્વાસ ફૂલવાની ફરિયાદ નથી અને તેમનો સિટી સ્કેનનો રિપોર્ટ પણ સામાન્ય છે. પરંતુ તેમને ઘણાં દિવસો સુધી તાવ રહે છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *