GUJARAT SURAT

મોત ના આંકડા માં ગોટાળો: સુરત માં સરકારી ચોપડે 25 મોત બોલાય છે તો એકલા સિવિલ માંથી 113 દર્દી ના મોત થયા છે

સુરત માં અસ્વીની કુમાર સમશાન ની કેટલી બધી લાશઓ ને સળગાવવા માં આવે કાલે સુરત માં રેકોર્ડ બ્રેક ફક્ત 25 જ મોત નોંધાયા હતા.ગત વર્ષે જુલાઈ મહિનામાં સહુથી વધુ 22 દર્દીના એક જ દિવસમાં મોત નિપજ્યા હતા.જોકે આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં 91 અને સ્મીમેરમાં 22 મળી 113 મોત નોંધાયા હતા. મંગળવારે શહેર જિલ્લામાં કોરોનાના નવા 1441 કેસ સામે આવ્યા હતા જે પૈકી જિલ્લામાંથી 177 કેસ નોંધાયા હતા. નવા કેસનો ઉમેરો થતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 77,857 પર પહોંચી ગઈ છે.મંગળવારે શહેરમાં 617 અને જિલ્લામાં 171 લોકો મળી કુલ 788 લોકોને સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 69539 લોકો સાજા થઇ રજા લઈ ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 6991 એક્ટિવ કેસ છે. સરકારી હોસ્પિટલમાં 1320 દર્દીઓ ગંભીર હાલતમાં છે.

સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર હિતેન્દ્ર સુથારને કોરોના પોઝિટિવ આવતા છેલ્લા સાત દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા એક વર્ષથી કોરોના સામે મહાનગર પાલિકા તંત્ર લડાઇ લડી રહ્યા છે. અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાના 26થી વધુ કર્મચારીઓનો કોરોનામાં મોતને ભેટ્યા છે. જયારે અનેક કર્મચારીઓ કોરોના પોઝિટિવ થઇ ગયા છે.

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર અને ભાજપના હાલના ખજાનચી પ્રવિણભાઈ માળીનું પણ મૃત્યુ થયું છે. તેમને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર બાયપેપ હેઠળ થઇ રહી હતી. સારવાર દરમિયાન એમની હાલત ખરાબ થતાં આજે સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.મંગળવારે ભટારરોડની 26 વર્ષીય યુવતી, અડાજણના 50 વર્ષીય આધેડ,જહાંગીરપુરાના 56 વર્ષીય આધેડ,વરાછાના 37 વર્ષીય યુવક,કતારગામના 71 વર્ષીય વૃદ્ધ,નાનપુરાના 45 વર્ષીય યુવક,પુણાગામની 70 વર્ષીય વૃદ્ધા,વરાછાના 60 વર્ષીય વૃદ્ધ,રાંદેરના 40 વર્ષીય યુવક સહિત 25ના મોત નોંધાયા હતાં.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *