Uncategorized

“સુરતને હવે ભગવાન જ બચાવશે” વેન્ટિલેટર-ICU ખૂટ્યા હવે ગમે તે ઘડી એ આ વસ્તુ ખૂટી જશે જેના વગર કંઈ શક્ય નથી

સુરત શહેર કોરોનાના જવાળામુખી પર જીવી રહ્યું છે. કોરોના પોઝિટિવ લોકો માટે હોસ્પિટલોમાં બેડ નથી, દાખલ દર્દીઓ માટે ઈન્જેકશન નથી, ઓકિસજન પૂરતો નથી અને વેન્ટિલેટર પણ ખૂટી પડયાં છે. સ્મશાનમાં ભઠ્ઠીઓ ઓછી પડતી હોવાથી રાજકોટથી મગાવવામાં આવી છે. હોમ કવોરન્ટીન રહેલા દર્દીએ માટે ફેબિબલુ દવાનો જથ્થો ખૂટી પડયો છે.

હોસ્પિટલોમાં સ્ટાફ રહ્યો નથી, જે સ્ટાફ સેવા કરી રહ્યો છે તેમાંના પણ ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. સ્વજનોને બચાવવા ઈન્જેકશનની લાઈનોમાં ઊભા રહેલાં સગાંમાં પણ ચેપ હોવાની આશંકા છે. આ સ્થિતિમાં હવે ડોકટરો પણ હિંમતથી સારવાર આપી રહ્યા છે, પણ તેઓ હવે કહી રહ્યા છે કે સુરતને હવે ભગવાન જ બચાવી શકે. સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે હવે કેરોસિનનો ઉપયોગ કરવો પડે છે.

આ પરિસ્થિતિ માટે જવાબદાર છે આ પાંચ કારણો,

1] રોજના 50થી 250 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે.
2] ખાનગી હોસ્પિટલોમાં એકપણ બેડ ખાલી નથી, સરકારીમાં ગણ્યાંગાઠ્યાં ખાલી.
3] દરેક હોસ્પિટલોમાં દાખલ થવા માટે 10થી 150 દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
4] રોજના સરેરાશ 100થી 200 લોકોના કોવિડ અને નોન-કોવિડમાં મૃત્યુ થાય છે.
5] શહેરનાં ત્રણેય સ્મશાનમાં અંતિમવિધિ માટે 12થી 14 કલાકનું વેઈટિંગ, નવાં સ્મશાન શરૂ કરાયાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *