GUJARAT INDIA SURAT

પોઝિટિવ કેસો અને મૃત્યુ આંક ને લઇ ને તંત્ર હાફલું થયું ,તરત લઇ લીધો આ મોટો નિર્ણય

શહેરની ભીષણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે. શહેરની નાની-મોટી 1100 હોસ્પિટલને કોવિડ ડેઝિગ્નેટેડ કરવા માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે. બીજી તરફ, શહેરમાં નવા 14 કોમ્યુનિટી સેન્ટર પણ તૈયાર કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે નવા કોમ્યુનિટી સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે તેમાં ગંભીર દર્દીઓને રાખવામાં આવશે નહીં.

ઓકિસજનની પણ અછતને પહોંચી વળવા વલસાડ, ઝઘડિયા અને હઝીરા ખાતેથી જથ્થો મગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોજ સરેરાશ 200 મેટ્રિક ટન ઓકિસજનનો વપરાશ થઈ રહ્યો છે. રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો મળી રહે એ માટે પણ પાલિકાએ સરકારને રજૂઆત કરી છે. જોકે પાલિકાએ દાવો કર્યો છે કે છેલ્લા બે દિવસમાં 5177 ઈન્જેકશન ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે.

સુરત શહેરમાં પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે, જોકે પાલિકાનો દાવો છે કે હાલમાં પોઝિટિવિટી રેટ 6થી 8 ટકા છે, પરંતુ ઉચ્ચ અધિકારીનાં સૂત્રોનું કહેવું છે કે પોઝિટિવિટી રેટ 25 ટકા છે. આનો અર્થ એ થાય છે કે દર 100 વ્યકિતએ પાંચમી વ્યકિત કોરોનાગ્રસ્ત છે. રોજ શહેરમાં કોરોનાના કેસ એક નવો રેકોર્ડ બનાવે છે અને વધતા દર્દીઓની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સરકારી ચોપડે માત્ર સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલના આંકડા જ જાહેર કરવામાં આવે છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં રોજના કેટલા લોકોનાં મૃત્યુ થાય છે એનો કોઈ આંકડો જાહેર કરવામાં આવતો નથી.

પરંતુ નોન-કોવિડ હોય તેવા લોકોની પણ સ્મશાનમાં કતારો લાગતી હોવાનાં દૃશ્યો જોવા મળે છે. આનો અર્થ ડોકટરોના કહેવા મુજબ એવો થયો કે જે લોકો ટેસ્ટ કરાવતા નથી અથવા તો ઘરે રહીને સારવાર લે છે તેવા લોકોનાં મૃત્યુ પણ વધી રહ્યાં છે. તેમની અંતિવિધિ માટે સ્વજનો પણ સ્માશાને જતાં હોય છે, જેને કારણે સંક્રમણ સૌથી વધુ ફેલાઈ રહ્યું છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ નહીં સુધરે તો સુરતમાં કેસ અને મૃત્યુનો આંક હાલમાં જે આવી રહ્યો છે એના કરતાં પણ ડબલ ગણો વધી શકવાની ભીતિ નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *