INTERNATIONAL

કેનેડા ગયેલા વિદ્યાર્થી માટે લોટરી ,સરકારે આપી આવી ભેટ કે જાણી ને પાગલ થઇ જશો

કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થીઓ અને નાગરિકતાના પ્રધાન માર્કો ઇ. એલ. મેન્ડિસિનોએ જણાવ્યું કે, કેનેડાની અર્થવ્યવસ્થામાં સક્રિયપણે યોગદાન આપતા 90,000 થી વધુ કામદારો અને આંતરરાષ્ટ્રીય સ્નાતકો માટે કાયમી નિવાસ માટેની કેટલીક ખાસ જાહેરાત કરવામાં આવી છે.આ વિશેષ જાહેર નીતિઓ અસ્થાયી કામદારો અને આંતરરાષ્ટ્રીય સ્નાતકોને કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી (PR) આપશે કે જેઓ પહેલાથી જ કેનેડામાં રહી રહ્યાં છે.

તેમજ જેમની પાસે આ મહામારી સામે લડવાની અને કેનેડાની આર્થિક સ્થિતિને ફરી વેગ આપવા માટે જરૂરી કુશળતા અને અનુભવ છે.કેનેડાના મંત્રીની જાહેરાત મુજબ, આ નવી પોલીસીના કેન્દ્રમાં હોસ્પિટલો અને લાંબા ગાળાના કેર હોમ્સમાં કાર્યરત કામચલાઉ કામદારો અને અન્ય આવશ્યક ક્ષેત્રોના મોરચાઓ પર તેમજ આંતરરાષ્ટ્રીય સ્નાતકો કે જેઓ આવતીકાલના અર્થતંત્રને આગળ ધપાવી રહ્યા છે તેઓ છે.મંત્રીના જણાવ્યા મુજબ, આ ખાસ વ્યવસ્થા માટે તેઓ જ માન્ય છે જેમને કેનેડાના હેલ્થ કેર પ્રોફેશનમાં 1 વર્ષનો અનુભવ હોય અથવા અન્ય પ્રી-અપ્રુવ જરૂરી વ્યવસાયમાં કામનો અનુભવ હોય.

આ ઉપરાંત ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સે છેલ્લા 4 વર્ષમાં અને જાન્યુઆરી 2017 કરતાં પહેલાંનો કોઈ કેનેડિયન પોસ્ટ-સેકન્ડરી પ્રોગ્રામ પૂર્ણ કર્યો હોવો જોઈએ.કેનેડાની સત્તાવાર ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે, ફ્રેન્ચ બોલતા અથવા દ્વિભાષી ઉમેદવારો માટે ઇનટેક કેપ્સ વિના 3 વધારાની સ્ટ્રીમ પણ શરૂ કરાઈ છે. ફ્રેન્ચ બોલતા અને દ્વિભાષીય નવા ઉમેદવારો આવવાથી કેનેડામાં રહેતા અને ફ્રેન્ચ જાણતા સમુદાયોને ફાયદો થાય છે, તેમજ તેનાથી ફ્રેન્કોફોન લઘુમતી સમુદાયોના જીવનશક્તિમાં પ્રોત્સાહન મળે છે.

આ વિશેષ જાહેર નીતિઓ આવશ્યક અસ્થાયી કામદારો અને આંતરરાષ્ટ્રીય સ્નાતકોને કેનેડામાં મૂળ નાખવા માટે પ્રોત્સાહિત કરશે અને ખાસ કરીને હેલ્થકેર સિસ્ટમમાં જરૂરી પ્રતિભાશાળી કામદારોને જાળવી રાખવામાં મદદરૂપ બનશે.આ જાહેરાતથી 2021 ઇમિગ્રેશન લેવલ પ્લાન પ્રાપ્ત કરવામાં મદદ મળશે, જે કેનેડામાં 4,01,000 નવા કાયમી રહેવાસીઓને આવકારશે. આ યોજના હેઠળ નવા આવેલા કુશળ અને આંતરરાષ્ટ્રીય સ્નાતકોને કેનેડામાં રોજગારી મેળવવામાં અને લાંબા ગાળાના ગ્રોથમાં મદદરૂપ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *