GUJARAT

ગુજરાત ની આ જગ્યા પર લાગ્યું લોકડાઉન – જાણો અહી

પાટણના કાંસા ગામમાં કોરોના કાળ બનીને પ્રવેશ્યો હોય તેવું દ્રશ્યો જોતાં લાગી રહ્યું છે. ગામમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક દિવસ દરમિયાન સરેરાસ ચાર લોકોના શંકાસ્પદ મોત થઇ રહ્યા છે.\જિલ્લાના કાંસા ગામમાં 40થી વધુ પ્રોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. તો કોરોનાને કારણે છેલ્લા 10 દિવસમાં 18થી વધુ લોકોના શંકાસ્પદ થયા છે. વધતાં જતાં સંક્રમણને લઇને ગામમાં અચોક્કસ મુદ્દત સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

શહેર બાદ કોરોનાએ ગામાડાઓને પણ બાકાત રાખ્યા નથી. ગામમાં ટપોટપ થતાં મોતના કારણે ભયનો માહોલ છવાયો છે. તો ગામના અલગ-અલગ સ્મશાનના ગૃહમાં પણ ચિંતા જનક દ્રશ્યો જોવા મળ્યાં છે.જિલ્લાના કાંસા ગામમાં સામાન્ય બીમારી બાદ ગણતરીના દિવસોમાં જ લોકોના મોત નીપજી રહ્યાં છે. એક જ ગામના 40થી વધું પ્રોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે, તો છેલ્લા 10 દિવસમાં કોરોનાને કારણે 18થી વધુ લોકોના મોત કોરોનાને કારણે થયા હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસમાં એક દિવસ દરમિયાન સરેરાસ ચાર લોકોના મોત થઇ રહ્યાં છે. આમ કોરોનાએ કાંસા ગામમાં કાળો કહેર વર્તાવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે, તો સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પંચાયત દ્વારા ગામમાં અચોક્કસ મુદ્દત સુધી સ્વંયભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે.ગામમાં દરરોજના ત્રણ ચાર મોત થાય છે. જેમાં અમુક કેસ એવા છે કે, જેમાં ઉમર લાયક લોકોના મોત થયા છે બાકી તો બધા યુવાનોના મોત થઇ રહ્યાં છે. જ્યારે પંચાયત દ્વારા ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે. તમામ પ્રરકારે તકેદારીના પગલાં લેવાઇ રહ્યાં છે. જ્યારે આરોગ્યની ટીમ દ્વારા પણ સહકાર મળી રહ્યો છે.

કાંસામાં વકરતાં કોરોનાને લઇને ગામમાં યુવા આગેવાન ગીરીશભાઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મહામારીમાં ગામમી સ્થિતિ ખુબ ખરાબ છે. ગામામાં 40થી 45 પ્રોઝિટિવ કેસ છે, જ્યારે 18 જેટલા મોત થયા છે. જેને લઇને ગામ લોકોમાં ભયનો માહોલ છે. કોરોના લોકોના મગજમાં ઘુસી ગયો છે. જ્યારે તેમણે તંત્રને અપિલ કરી હતી કે આ બાબતે તમે આગળ આવીને લોકોને જાગૃત કરો અને પૂરતી સારવાર આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *