INDIA MAHARASHTRA

પાણી ઢોળ ની વિધિ કરવામાં પણ ડર છે, વિધિ કરવા જતાં એકસાથે અધધધ લોકો સંક્રમિત

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની બીજી લહેર બેકાબૂ થઈ ગઈ છે. આજે રાત્રેથી 15 દિવસનું મિની લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યના બુલઢાણા જિલ્લામાંથી લોકોની બેદરકારીને લીધે સર્જાયેલી મુશ્કેલ સ્થિતિનું ચિત્ર સામે આવ્યું છે.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક ગામમાં ભોજન સમારંભ બાદ કોરોનાનો વિસ્ફોટ થયો છે.જ્યારે કોરોના ખૂબ ઝડપથી વધી રહ્યો છે ત્યારે આ ભોજન સમારંભમાં સામેલ લોકો પૈકી 93 લોકો સંક્રમિત થઈ ગયા છે.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બુલઢાણા જિલ્લાના પોટા ગામમાં અત્યાર સુધીમાં 93 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે.સ્થાનિક અધિકારીએ 700થી વધારે વસ્તી ધરાવતા આ ગામ પોટાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યું છે.આ મહિનાની શરૂઆતમાં એક તપાસ શિબિરમાં 15 ગ્રામીણ સંક્રમિત જણાયા હતા અને ત્યાર પછી કેટલાક દિવસે યોજાયેલા બીજી શિબિરમાં પણ 78 લોકો સંક્રમિત થયા હતા. આ સંજોગોમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

અધિકારીએ એવા અહેવાલ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી કે જેમાં સંક્રમણનો શિકાર થતા પહેલા મોટાભાગના લોકો પોટામાં એક ભોજન સમારંભમાં ભાગ લીધો હતો. પણ પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં ખામગાંવમાં કોવિડ-19ના એક રોગીના મોત બાદ પોટામાં તેરમાની વિધિમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ગ્રામીણે જણાવ્યું હતું કે આ ભોજન સમારંભમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગામને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે શિબિર લગાવીને વધુને વધુ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે લક્ષણોવાળા દર્દીઓને કોવિડ કેન્દ્રમાં મોકલવામાં આવી રહ્યા છે અને જેમને લક્ષણો ન હોય તેવા સંક્રમિતોને ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *