GUJARAT VADODARA

વોર્ડ બોયે સંક્રમિત દર્દીનું ઓક્સિજન મશીન કાઢી લીધું અને પુત્રની સામે જ…

આ પહેલાં દર્દી ઓક્સિજન માસ્કને મોઢા સાથે દબાવતાં ઓક્સિજન લેવાનો પ્રયાસ કરતા રહ્યા હતા, પણ તેમને શું ખબર કે ત્યાં ઓક્સિજન આપનારું મશીન (સિલિન્ડર) જ નથી. જો તેઓ ઘૂંટણની વચ્ચે પોતાનું માથું ફસાવતા તો ક્યારેક તેઓ બેડ પર પોતાનું માથું પછાડતા રહ્યા. 9 કલાક સુધી ન તો કોઈ ડોકટર આવ્યા કે ન કોઈ સ્ટાફ. બાદમાં જ્યારે પુત્ર પહોંચ્યો ત્યારે તેણે તડપી રહેલા પિતાને આઈસીયુમાં લઈ જવાના પ્રયાસ કર્યા, પરંતુ ત્યાં સુધીના ઘણું મોડું થઈ ગયું હતું.

આ સમગ્ર ઘટના કોવિડ વોર્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.ઘટના બાદ પરિવારજનોએ હોબાળો અને આરોપો વચ્ચે હોસ્પિટલના ડિરેકટર ડો. કેબી વર્માએ કહ્યું હતું કે દર્દીનું ઓક્સિજન મશીન હટાવાયું ન હતું. તેમની હાલત ખરાબ હતી, એટલા માટે તેમણે બચાવી શકાયા ન હતા. પરિવારના લોકો ન માન્યા અને કોરોના વોર્ડના સીસીટીવી ફૂટેજ નીકાળવાની માગ પર અડગ રહ્યા હતા.જ્યારે સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવ્યા ત્યારે પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરને હટાવતાં વોર્ડ બોય દેખાયો હતો. આ પછી મેડિકલ કોલેજના ડીને દલીલ કરી હતી કે દર્દીને ઓક્સિજનની જરૂર ન હતી, તેથી નર્સના કહેવા પર વોર્ડ બોયે બીજા દર્દી માટે ઓક્સિજન કન્સન્ટ્રેટરને બહાર કાઢી લીધું હતું.

હોસ્પિટલ મેનેજમેન્ટની આ બે જુદી જુદી દલીલોએ આ કેસને માત્ર શંકાસ્પદ બનાવ્યો જ નથી, પરંતુ જવાબદારીઓના હેતુઓ અંગે પણ સવાલ ઊભા કર્યા છે. જોકે બાદમાં મેડિકલ કોલેજના ડીન ડો.અક્ષય નિગમે આ સમગ્ર મામલાની તપાસ માટે એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે.કોવિડ વોર્ડમાં દાખલ થયેલા શિક્ષક સુરેન્દ્ર શર્માનો પુત્ર મંગળવારે રાત્રે 11 વાગ્યે ઘરે ગયો હતો. એ પછી થોડા સમય પછી વોર્ડ બોયે બીજા દર્દી માટે પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટરને કાઢી લીધું હતું.

આ પછી તેમની સ્થિતિ બગડવાનું શરૂ થયું. ફૂટેજ જોઈને ખબર પડે છે કે સુરેન્દ્ર શર્મા જ્યારે અસહ્ય પીડામાં હોય ત્યારે તે ઘૂંટણની વચ્ચે માથું ફસાવતા જોવા મળી રહ્યા છે અને કેટલીકવાર તેઓ માથું પટકતાં પણ જોવા મળે છે. ન તો ડોક્ટર આવ્યા કે ના અન્ય સ્ટાફ. સવારે આઠ વાગ્યે વોર્ડમાં આવેલા પુત્ર દીપક શર્માએ જણાવ્યું હતું કે પિતાની હાલત ગંભીર છે. પિતાએ સારવાર માટે વોર્ડના સ્ટાફ પાસે મદદ માગી હતી, પરંતુ કોઈએ મદદ કરી ન હતી. મોર્નિંગ ડ્યૂટી ડોક્ટર સાથે વાત કરી, ત્યારે પણ તેમણે ગંભીરતાથી લીધી નહીં. જ્યારે સ્ટ્રેચર ન મળ્યું તો પિતાને પીઠ પર લઈને આઈસીયુમાં લઈ જવાના પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન એક યુવકે આવીને પિતાના પગ પકડવાની મદદ કરી હતી. જોકે મોડું થઈ ગયું અને તેમનું મોત થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *