INDIA Uncategorized

સરકારી ચોપડે ફક્ત 4 મોત અનેં ,અહી એક સાથે 112 લોકો ને અગ્નિ દાહ આપવામાં આવે છે – જુઓ તસવીરો

મધ્યપ્રદેશના ભોપાલની આ તસવીર ગુરુવારની સાંજે 7 કલાક અને 10 મિનિટની છે. જગ્યા છે શહેરનું ભદભદા વિશ્રામઘાટ. આ સળગતી તસવીરમાં ગણવા જશો તો એકસાથે 40થી વધુ ચિતા સળગતી નજરે પડી રહી છે. તમામેતમામ કોરોના સંક્રમિતોન સ્માશાનોમાં સ્થિતિ એવી બની ગઈ છે કે હવે જગ્યા ઓછી પડી રહી છે. લાકડાં સમાપ્ત થવાને આરે છે. લાકડાં એકઠાં કરી ચિતા ગોઠવનારાઓના હાથ છોલાય ગયા છે અને મૃતદેહના અંતિમસંસ્કાર માટે કલાકો ને કલાકો રાહ જોવી પડી રહી છે.

સરકાર, તમે કોરોના સંક્રમિતોના આંકડાઓને ન છુપાવ્યા હોત તો લગભગ આજે ભોપાલના લોકોને પોતાના લોકોની આટલી ચિતાઓ ન સળગાવી પડત. કાશ, અમારા પોતાનાને આ રીતે કબરમાં દફનાવવા ન પડ્યા હોત. પહેલાં સંક્રમિતોના આંકડા છુપાવવામાં આવ્યા અને હવે મોતના આંકડા. આજે ન તો હોસ્પિટલમાં જગ્યા છે કે ન તો સ્મશાનોમાં. દર્દી પોતાના પરિવારના સભ્યને લઈને ઠેર-ઠેર ભટકી રહ્યા છે. લગભગ એ જ કારણ છે કે સ્મશાનો આજે પોતાની જ સેજ જલાવીને,

સત્યની બૂમો પાડી પાડીને ઉજાગર કરે છે. 72, સુભાષનગરમાં 30 દાહ સંસ્કાર થયા અને ઝદા કબ્રસ્તાનમાં 10 મૃતદેહને દફન કરવામાં આવ્યા, પરંતુ સરકારી આંકડામાં ભોપાલમાં માત્ર 4 લોકોનાં મોત થયા હોવાનું જ જણાવવામાં આવે છે. છેલ્લા 5 દિવસમાં 356 સંક્રમિતોના અંતિમસંસ્કાર ભોપાલમાં થયા, પરંતુ સરકારી આંકડા મુજબ, એની સંખ્યા માત્ર 21 જ જણાવવામાં આવી રહી છે. તો સ્મશાનો આ સળગતી ચિતાઓ કોની છે? આ તસવીર ઘણી જ ભયાનક છે, એટલે માત્ર હવે એક જ વાત- મહેરબાની કરીને હવે તો સમજી જાઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *