Uncategorized

ગુજરાતમાં અહીં આજે બપોરે 1 વાગ્યાથી 11 દિવસનું લોકડાઉન લદાયું

કોરોનાને ડામવો હશે તો લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે તેવુ પારખી ચૂકેલા લોકો હવે આ રસ્તો અપનાવી રહ્યાં છે. ગીર સોમનાથના ઉનામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. કોડીનાર અને તાલાલામાં પણ આજથી લોકડાઉન રહેશે. ગીરગઢડામાં આજે બપોરે 1 વાગ્યા બાદ 11 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. તલાલામાં 5 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોડીનારમાં 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે.

અમરેલીના ધારીનું આંબરડી સફારી પાર્ક આગામી 3 થી 4 દિવસ બંધ રહેશે. ગઈ કાલે ટિકીટ બુકીંગ કરતા ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આજે સંપર્કમાં આવેલા તમામ કર્મીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાઈ સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. નગરપાલિકા, વેપારી એસોસિએશન, મામલતદાર અને પોલીસની સંયુક્ત બેઠક મળી હતી. આ સંયુક્ત મળેલી બેઠકમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. પાલિતાણા શહેરમાં પણ વિકેન્ડ લોકડાઉન જાહેર કરાયું છે.

અમરેલીના વડિયા ગ્રામ પંચાયતે કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓની મીટિંગ મળી હતી. મીટિંગમા આગેવાનો દ્વારા આ નિર્ણય લેવાયો છે કે, ગુરુ, શુક્ર અને શનિવાર સુધી વેપાર ધંધા શરૂ રહેશે. આ ત્રણ દિવસમાં લોકોએ પોતાની જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી લેવીની સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *