ENTERTAINMENT

હાર્દિક પંડયા નતાશા પેહલા આ હિરોઇન ને લાઈક કરતો હતો? ,જાણો અહી

એક હઝારો મેં મેરી બહેના હૈ અને બેલન વાલી બહુ જેવા ટીવી શોમાં કામ કરનારી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસુઝા હાલ નાના પરદેથી ગાયબ છે પરંતુ તેની ચર્ચા થતી રહેતી હોય છે. એક વાર ફરી તે ચર્ચામાં આવી છે તે પણ એક તસવીરના કારણે. જી હાં, એ તસવીરમાં હાર્દિક પંડ્યા સાથે દેખાઇ રહી છે જે કેટલાક પ્રશ્નોને જન્મ આપી રહી છે. સોશ્યલ મિડીયા પર બંનેની તસવીર વાયરલ થયા બાદ ફેન્સના મગજમાં ઘણા સવાલ આવી રહ્યાં છે અને તેઓ જાણવા માંગે થે કે આ ફોટો ક્યારનો છે, બંનેની મુલાકાત કેવી રીતે થઇ. શું તે બંને વચ્ચે પણ કોઇ રિલેશનશીપ હતી. આ તસવીરમાં ક્રિસ્ટલ હાર્દિકની ખૂબ નજીક ઉભી છે અને પોઝ આપી રહી છે.

એક્ટ્રેસ અને પંડ્યાની આ તસવીર એક પાર્ટી દરમિયાન ખેંચવામાં આવી હતી. બંનેને જોઇને લોકો એવો અંદાજો લગાવી રહ્યાં છે કે તેઓ ખુબ ક્લોઝ રહ્યાં હશે અથવા તો તેમનામાં સારી દોસ્તી હશે.આમ તો ક્રિસ્ટલની આ તસવીર ઘણી જૂની છે પરંતુ આ ફોટોએ બધાનુ ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. વાયરલ તસવીરમાં એક્ટ્રેસે બ્લેક ટોપ પહેર્યુ છે જ્યારે હાર્દિકે સેમી બ્લેક ટીશર્ટ અને ગોગલ્સ લગાવ્યા છે. તમને જણાવી દઇએ કે આ તસવીર નતાશા સાથે રિલેશનશીપમાં આવ્યા તે પહેલાની છે. ગયા વર્ષે પિતા બનેલ હાર્દિક પેરેન્ટહૂડ એન્જોય કરી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે ક્રિસ્ટલ ડિસુઝા, ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ચહેરેમાં નજર આવશે. ફિલ્મના ટ્રેલરમાં જ ક્રિસ્ટલ ખુબ પ્રશંસા મેળવી ચૂકી છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે માટે તેમની રિલીઝ ડેટ પાછળ ઠેલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *