GUJARAT Uncategorized

સિવિલ માં પતિ ના મોત બાદ પત્ની નું હૈયાફાટ રુદન,ઉભા થાવ… પછી ભારે હૈયે પુત્ર એ કહ્યું એમનો જવાનો સમય આવી ગયો છે…

રાજકોટ શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને એ અનેક પરિવારને નોધારા કરી રહ્યો છે તેમજ દર એક કલાકે 3થી વધુ દર્દીને કોરોના ભરખી રહ્યો છે. કોરોનાએ માનવજાતને ઘૂંટણિયે પાડી દીધી છે અને લોકોને કરગરવા મજબૂર કરી રહ્યો છે.

રાજકોટ શહેરમાં કોરોનાની ભયાનકતા રજૂ કરતાં કેટલાંક દૃશ્યો સામે આવ્યાં છે. આ દૃશ્યો કાળમીંઢ પથ્થર જેવા માનવીને પણ હચમચાવી દેવા માટે પૂરતાં છે. કોરોનાને કારણે પતિનું મોત થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલની સામે એક મહિલા પતિના મૃતદેહ સામે રડતાં રડતાં ચીસો પાડીને ઊભા થાઓ…ઊભા થાઓ…ની બૂમો પાડતાં જોવા મળી હતી. આ દરમિયાન પુત્ર ભારે હૈયે માતાને રડતાં રડતાં દિલાસો આપે છે. આ વીડિયો જોઇ સૌ કોઈનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

‘મા તેમનો જવાનો સમય થઈ ગયો છે; તેઓ ઊભા નહીં થાય’
રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર સામેનો વાઇરલ થયેલો આ વીડિયો બુધવાર રાત્રિનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો અંગે પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના જ રહેવાસી એક આધેડ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહ્યા હતા

જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં બુધવારે રાત્રે પરિવારજનોને મૃતદેહનાં અંતિમ દર્શન માટે બોલાવવામાં આવ્યાં હતાં, જ્યાં ટ્રોમા સેન્ટર સામે પતિના મૃતદેહને જોઈને પત્નીએ હૈયાફાટ રુદન કર્યું હતું.પત્ની પતિનો મૃતદેહ જોઈને ઊભા થાઓ, ઊભા થાઓ બૂમો પાડી રહી છે, આ જ સમયે પુત્ર રડતાં રડતાં ભારે હૈયે માતાને દિલાસો આપતાં કહે છે- મા, તેમનો જવાનો સમય થઈ ગયો છે, તેઓ ઊભા નહીં થાય. બસ, અહીં સુધી લખતાં આંખો ભીની થઈ જાય છે અને અંદરથી એક ચીસ નીકળે છે હે ઈશ્વર, તું આટલો નિષ્ઠુર કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *