GUJARAT SURAT

સુરત માં હોસ્પિટલો ફૂલ થતાં કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય ,જાણો અહીં

આઇસોલેશન સેન્ટર કાર્યરત કરવા માટે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાએ તેમનો એક મહિનાનો પગાર આપ્યો છે.સમગ્ર સુરત શહેર આજે કોરોના સંક્રમણથી ત્રસ્ત થઈ ગયું છે. શહેરનો એકપણ વિસ્તાર કોરોના સંક્રમણથી બાકાત રહ્યો નથી. એવા સમયે દર્દીઓને મેડિકલ સુવિધા આપવાનો એક મોટો પડકાર બની રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દી માટે સૌથી મહત્ત્વનો ઓક્સિજન મેળવવો ખૂબ જ જરૂરી છે. ખાનગી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી.

રાજકીય નેતાઓ સમાજના અગ્રણીઓ એનજીઓ આગળ આવીને તેમના વિસ્તારમાં પોતાની રીતે યોગદાન આપવાનું શરૂ કર્યું છે.કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના વિસ્તારમાં 75 બેડનું આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં મદદ કરી છે. વિનુ મોરડિયાએ ધારાસભ્ય તરીકે એક મહિનાનો પગાર કતારગામ મિત્રવૃંદ પરિવારને આઇસોલેશન સેન્ટર તૈયાર કરવા માટે આપ્યો છે. દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવાની સાથે જમવાની તેમજ મેડિકલ સ્ટાફ પણ ઉપલબ્ધ કરાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *