fact INDIA

આ મંત્રી માનવતા ભૂલ્યા,કોરોના થી થઇ રહેલા મોત વિશે કહ્યું કે ઉંમર થાય તો મરવું પણ પડે..

મધ્ય પ્રદેશમાં પશુપાલન મંત્રી પ્રેમ સિંહ પટેલે કહ્યું કે લોકોની ઉંમર થઈ જાય છે, તો મરવું પણ પડે છે.હકીકતમાં પ્રેમ સિંહને કોરોનાને લીધે થઈ રહેલા મોત અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, તો તેમણે કહ્યું કે મોત તો થઈ રહ્યા છે, તેને કોઈ અટકાવી શકે તેમ નથી. કોરોનાથી બચવા માટે સૌ લોકોનો સહયોગથી કામ કરવાની જરૂર છે. વિધાનસભામાં અમે સૌની સાથે ચર્ચા કરી રહ્યા છીએ. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને ડોક્ટરને દેખાડવું. દરેક જગ્યાએ ડોક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે કહી રહ્યા છો કે દરરોજ ઘણા લોકો મરી રહ્યા છે, તો લોકોની ઉંમર થઈ જાય છે તો મરવું પણ પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમ સિંહ પટેલનું આ નિવેદન 14 એપ્રિલનું છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે રાજ્યની અનેક હોસ્પિટલોમાંથી ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. પ્રદેશની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને બેડ પણ મળી રહ્યા નથી. સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા ઓછી પડી રહી છે અને લોકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. આ બાબતો પરથી સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

મંત્રી પ્રેમ સિંહ પટેલના નિવેદન અંગે કોંગ્રેસે પણ તેમની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના પ્રવક્તા દુર્ગેશ શર્માએ કહ્યું કે પ્રેમ સિંહ મંત્રી પદને લાયક નથી. શર્માએ પ્રશ્ન કર્યો છે કે શું તેમના આ અમાનિવીય વ્યવહાર અને નિવેદન પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે?

મધ્ય પ્રદેશમાં જાન્યુઆરી મહિનામાં જ્યારે બર્ડ ફ્લુનો જોખમ રહેલું હતું ત્યારે પ્રેમ સિંહ પટેલે કહ્યું હતું કે બર્ડ ફ્લૂને લીધે જો જરૂર પડશે તો પ્રદેશ સરકાર માંસાહાર પર પ્રતિબંધ મુકી શકે છે. તેમણે આ અંગે મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકને ટાંકી હતી, અલબત તેમાં આ અંગે કોઈ વાત કરવામાં આવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *