ENTERTAINMENT

શરમજનક ઘટના: વિડિયો કોન્ફરન્સમાં કપડાં વગર દેખાયા સાંસદ, ફોનથી છુપાવ્યું આ અંગ, જુઓ

કેનેડામાં એક સાંસદને તેને કરેલા એક કામને લઈ ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં જૂમ કોન્ફરન્સ મીટિંગમાં એક સાંસદ કપડા વગર દેખાયો હતો. તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટને ગમે તેમ કરીને મોબાઈલ મારફતે છૂપાવ્યો. તેની આ હરકતની કેનેડામાં ભારે ટીકા થઈ રહી છે.

આ ઘટના એ સમયની છે કે જ્યારે ઝૂમ એપ પર વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં પ્રશ્નોત્તરી સત્ર ચાલી રહ્યું હતું. કોન્ફરન્સ વચ્ચે જેવા સાંસદ વિલિયમ અમોસનો કેમેરો ઓન થયો તો તેઓ કપડા વગરના દેખાયા. અચાનક સર્જાયેલી આ ઘટનાથી તમામ સાંસદને આંચકો લાગ્યો હતો.

મહિલા સાંસદે કહ્યું કે આ સહન કરી શકાય તેમ નથી. સાંસદોએ યોગ્ય રીતે કપડા પહેરવા જોઈએ. આ રીતે નાની-નાની બાબતો કહેવાની જરૂર ન હોય. ખાસ કરીને પુરુષ સાથીઓએ આ વાતનો ખ્યાલ રાખવો જોઈએ. કેનેડામાં સાંસદો માટે આમ તો કોઈ ડ્રેસ કોડ નથી. પણ પુરુષો માટે બિઝનેસ સૂટ, જેકેટ, શર્ટ અને ટાઈ પહેરવી યોગ્ય માનવામાં આવે છે.

વિલિયમ અમોસે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર માફી માંગી છે. તેમણે કહ્યું છે કે આજે મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ. આ માટે હું માફી માંગુ છું. મારો કેમેરો ભૂલથી ચાલુ રહી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *