GUJARAT SURAT

સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર કરતા પકડાયા, 70000 માં ફક્ત….

દર્દીઓ માટે જીવનરક્ષક ગણાતા રેમડેસિવિર ઈન્જેક્શનની અછતનો લાભ લઈને સુરતમાં કાળાં બજાર થતા હોવાની ફરિયાદને આધારે પોલીસે છ આરોપીને ઝડપી પાડ્યા છે. આ છ આરોપી પાસેથી 12 જેટલાં રેમડેસિવિર ઈન્જેક્શન મળ્યા હતા.

70 હજાર રૂપિયામાં ઈન્જેક્શન વેચવા નીકળેલા આરોપીઓને ઝડપી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસને બાતમી મળી હતી કે વિજય મેડિકલ, પર્વત પાટિયા ખાતે કેટલાક ઇસમો આર્થિક લાભ લેવા વગર પરમિટે હાલમાં કોરોનાના નવા સ્ટ્રેનમાં દર્દીનાં સગાંને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત હોય તો કાળાં બજારમાં વેચી રહ્યા છે.

જેમાં યોગેશભાઈ બચુભાઈ વાડ પાસેથી ઇન્જેક્શનો ખરીદ્યા હોવાનું બહાર આવ્યું છે. આરોપી યોગેશભાઈ નિત્યા મેડિકલ સ્ટોરવાળા પાસેથી ખરીદયાનું કહ્યું હતું. વિવેક હિંમતભાઇ પામેલિયા (ઉં.વ.27) ધી મેડિકલ સ્ટોર્સ રુબી-103, સૌરાષ્ટ્ર પેલેસ, ઉતરાણ મોટા વરાછા, સુરત પાસેથી 10 ઇજેકશન તથા બાકીનાં 103 રૂ. 2700ના ભાવથી ખરીદ્યા હોવાની અને ફ્યુઝન પેથોલોજી લેબ ખાતે વેચાણ કરેલું હોવાની હકીકત બહાર આવી છે.પ્રાથમિક તપાસ દરમ્યાન પૂછપરછમાં આરોપી વિવેક શ્રમતભાઇ ધામેલિયા નિત્યા મેડિકલ સ્ટોરના 3670ના ભાવથી સિવિલ હોસ્પિટલમાંથી લાવ્યો હતો.

તેણે નિત્યા હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ પોઝિટિવ દર્દીઓના આધારકાર્ડની નકલનો ઉપયોગ કરી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે પોતાની હોસ્પિટલ વતી એક માણસને સિવિલ હોસ્પિટલ ખાતેથી રોજેરોજ મગાવી એમાંથી વધેલાં તથા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓના રેમડેસિવિર ઇન્જેકશન કાળાં બજાર કરી યોગેશ ક્વાડને વેચતો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *