Uncategorized

પાટીલે વિતરણ કરેલા રેમડેસીવીર ઇન્જેક્શન મુદ્દે રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે…

થોડા દિવસ અગાઉ સી.આર.પાટીલે સુરતમાં 5000 ઈન્જેક્શન મફતમાં આપવાની જાહેરાત કરતાની સાથે જ વિવાદ શરૂ થયો છે. એક તરફ લોકો રેમડેસિવિર ઈન્જેક્શન માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. તેમ છતા પણ કેટલાકને ઈન્જેક્શન નથી મળતા, 10 ગણા પૈસા આપવા પર પણ ઈન્જેક્શન નથી મળતા ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ક્યાંથી ઈન્જેક્શન લાવ્યા તેના પર મોટો વિવાદ શરૂ થઇ ગયો છે.

ઈન્જેક્શન મુદ્દે કોંગ્રેસના આક્ષેપો પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ મહામારીમાં રાજકારણ કરે છે. કોંગ્રેસ પોલિટિકલ વિવાદ કર રહી છે, પાટીલે સેવાની ભવાનાથી ઈન્જેક્શન આપ્યા છે. જો પાટીલે સંગ્રહ કર્યો હોત તો ખોટું હોત. પાટીલે કાળાબજારી કરી હતો તો ખોટું હોત. પરંતુ તેમણે ઈન્જેક્શન મફત આપ્યા છે. તેમનો ઇરાદો સેવાનો છે. કોંગ્રેસ પોલિટિકલ બનાવી રહી છે. તેમણે કાળાબજારીમાં વેચ્યા હોય એવું તો નથી.

સી.આર.પાટીલ સરકાર સાથે સંકલન વિના કામ કરી રહ્યાં હોવાના આરોપ લાગ્યા છે. ત્યારે સરકાર અને સંગઠનને લઈને CM રૂપાણી બોલ્યા કે, સંગઠન પણ પોતાની રીતે કામ કરી રહ્યુ છે. સરકાર-સંગઠન વચ્ચે કોઈ વિવાદ નથી.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, 20 હજાર ઈન્જેક્શન આપણા હાથમાં આવે છે. ત્યારે પહેલી પ્રાયોરિટી આપણી એ છે કે સરકારી હોસ્પટિલને આપીશું. ત્યાં મફત આપીએ છીએ. સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ વધારે હોય છે. બીજી પ્રાયોરિટી પ્રાઇવેટ હોસ્પિટલમાં આપીએ છીએ. હોસ્પટિલમાં આવેલો દર્દી સિરિયસ હોય છે. જો ઈન્જેક્શનનો જથ્થો વધુ ઉપલબ્ધ થશે તો જનતાને પણ વેચીશું. સરકારી અને પ્રાઇવેટ તમામ હોસ્પિટલોને આપણે ઈન્જેક્શન આપી રહ્યા છીએ અને બરાબર આપી રહ્યા છીએ.

સી.આર.પાટીલે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે સુરતના કેટલાક મિત્રોએ બજાર ભાવે ઇન્જેક્શન ખરીદ્યા હતા. ભાજપે પોતાની રીતે પુરક વ્યવસ્થા કરી છે. અમે ઇન્જેક્શનનું ભાજપના માધ્યમથી વિતરણ કરી રહ્યાં છીએ. જરૂરિયાત મંદોને ઇન્જેક્શન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *