GUJARAT

રૂપાણીએ કહ્યું મને સુરતમાં ઇન્જેકશનની ખબર નથી અને પાટીલે કીધું મને રાજકોટમાં બેડની ખબર નથી, તો પૂછવું કોને?

દર્દીનાં સ્વજનો કાળઝાળ ગરમીમાં લાઈનો લગાવી ઈન્જેક્શન, બેડ તેમજ મૃતદેહ લેવા માટે ઊભાં હોય છે, એવામાં જ્યારે સરકારને આ સ્થિતિ વિશે સવાલ કરતાં મને આ વિશે કઈ ખબર નથી એવા જવાબો મળી રહ્યા છે. સુરતમાં પાટીલ દ્વારા અપાયેલાં 5000 ઈન્જેક્શન વિશે મુખ્યમંત્રી અજાણ તો રાજકોટનીહોસ્પિટલોની કપરી સ્થિતિ વિશે ગુજરાતના ભાજપ-પ્રમુખ અજાણ છે.

તો હવે જનતા કોની પાસે મદદ માટે જાય કે પછી હાઈકોર્ટે કહ્યું એમ ખરેખર જનતા હવે ભગવાનના ભરોસે તો નથી ને,રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર.

પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ 10 એપ્રિલને શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને જ પૂછો; સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.

રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડ મળતાં નથી અને પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી; આ સ્થિતિ વિશે મને ખબર નથી. છેલ્લા થોડા દિવસમાં સરકારે જે પગલાં લીધાં છે એનાથી ઝડપથી નિરાકરણ આવી જશે.જસદણ-વીંછિયામાં આજે 100 બેડની સુવિધા સાથેની હીરાના કારખાનામાં કોવિડ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા છે.

ઝાયડસ હોસ્પિટલથી 800માં ઈન્જેક્શનની વ્યવસ્થામાં મદદ કરવાની જરૂર હતી. સુરત ભાજપને ફાર્માસિસ્ટ તરીકે ઇન્જેક્શન વેચાણની પરવાનગી કોણે આપી? હોસ્પિટલની જગ્યાએ પાર્ટી કાર્યાલયથી વ્યવસ્થાના થવી જોઈએ?. ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે. જો તમે હોસ્પિટલમાં ઇન્જેક્શનની વ્યવસ્થા ના કરી શકતા હોવ તો રાજીનામું આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *