GUJARAT

કોરોનાને કાબુમાં કરવા ST બસનો મોટો નિર્ણય- આટલી જગ્યા પર જતી બસો બંધ

કોરોનાની બીજી લહેરમાં સુરતથી મહારાષ્ટ્રના અલગ અલગ ગંતવ્ય પર જતી બસોને બ્રેક લાગી ગઈ છે. રાજ્યના પરિવહન નિગમ દ્વારા સત્તાવાર રીતે બે દિવસ અગાઉથી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટેની બસોનું સંચાલન અટકાવી દીધું છે. જોકે સુરત એસટી વિભાગ દ્વારા રાત્રી કરફ્યુની જાહેરાત થતા જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટેની બસોનું સંચાલન બંધ કરી દીધું હતું.

હાલ સુરત થઈ મહારાષ્ટ્ર જતી ફક્ત 2 જ સેવાઓ શરૂ છે. જેમાં અમદાવાદ-પોલાદપુર અને પાટણ-શિરડીનો સમાવેશ થાય છે. આ સિવાય એક પણ બસ મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ જતી નથી. આ બંને બસ પણ કામરેજ બાયપાસ થઈને જાય છે. સુરત એસટી વિભાગમાં કામ કરતા 30થી વધુ કર્મચારીઓ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમિત થઈ ચૂક્યા છે. હાલ સુરત અને મહારાષ્ટ્ર,એમપીનો બસ વ્યવહાર બંધ છે.

કોરોનાની બીજી લહેરને લીધે દેશભરમાં ભયનો માહોલ છે ત્યારે સુરત અને મુંબઈથી ઉત્તર ભારત જતી ટ્રેનો ફૂલ જઈ રહી છે. આવી સ્થિતિમાં રેલવેએ સુરત-ગોરખપુર અને સુરત-સુબેદારગંજ, વડોદરા-સુબેદારગંજ,વડોદરા-દાનાપુર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આટલું જ નહીં પણ રેલવેએ મુંબઇ સેન્ટ્રલ-સમસ્તીપુર અને બાંદ્રા-ગોરખપુર ટ્રેનના ફેરા વધાર્યા છે. સુરત -ગોરખપુર ટ્રેન હવે 1 મે સુધી દોડશે, જ્યારે સુરત-સુબેદારગંજ ટ્રેન 26 એપ્રિલ સુધી દોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *