Uncategorized

રસીના 2 ડોઝ લીધા પછી પણ ચેપ લાગ્યો ફક્ત 3 જ દિવસમાં થયું કઈક એવું કે…

સુરત શહેરના ચાર જેટલા ડોકટરો વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી કોરોનાગ્રસ્ત થયા હતા, પરંતુ તેઓ ઘરે સારવાર લઈને જ સાજા થઈ ગયા. તેમનું કહેવું છે કે વેકસિન લીધી હોવાને કારણે ઈન્ફેશનની અસર ગંભીર ન થઈ, જેને કારણે હોસ્પિટલ સુધી જવું પડયું નહીં. રસીની સારી અસર એટલે સુધી છે કે ફેફસાંમાં ઈન્ફેકશનનું પ્રમાણ પાંચ ટકાથી પણ ઓછું આવ્યું છે. એક ડોકટરને તો ફેફસાંમાં ઈન્ફેકશન લાગ્યું જ ન હતું.

કટોકટી જેવી કોઈપણ સ્થિતિ નિવારવા માટે વેક્સિન જ એક હથિયાર છે. રાજકોટ સિવિલ હૉસ્પિટલના સિવિલ ડેથબોડી મેનેજમેન્ટના એસ.આઇ. સાહિલ પઠાણે 4 એપ્રિલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતના બેથી ત્રણ દિવસ મને તાવ, ઉધરસ, અને કળતરની સમસ્યા હતી, સાથે ઠંડી પણ લાગતી હતી. જોકે આ સમસ્યા માત્ર ત્રણ દિવસ જ હતી. બાદમાં તબિયત સારી થઇ ગઇ હતી અને કોઈ તકલીફ નથી.

હંસાબેનની ઉંમર 78 વર્ષની છે. રસીના બન્ને ડોઝ લીધા પછી પણ તેઓ સંક્રમિત થયાં હતાં. મહત્તમ ઓક્સિજન આપવો પડ્યો હતો તથા રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવાં પડ્યાં હતાં. તેઓ સાજા થઈને ઘરે આવી ગયાં છે. ભાવનગર જિલ્લાના અમરાપરના શિક્ષક મોહનભાઇ ઢીલાએ જણાવ્યું હતું કે ‘મેં વેક્સિન લીધી તેમ છતાં કોરોના થયો હતો, પણ રસીનું રક્ષાકવચ મળી જતાં ઝડપભેર સ્વસ્થ થઇ ગયો છું.’ તેમણે લોકોને અફવાઓ સાચી ન માનીને ઝડપથી વેક્સિન લેવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

સુરતના ડૉ.વિનોદ શાહ રસીના બન્ને ડોઝ લીધાના 25 દિવસ પછી એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. 1લી એપ્રિલે તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. જોકે 69 વર્ષની વય હોવા છતાં તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નહીં. ફેફસાંમાં ઇન્ફેક્શન પણ 5 ટકાથી ઓછું રહ્યું. તેઓ 3 દિવસમાં સાજા થઈ ગયા.

One Reply to “રસીના 2 ડોઝ લીધા પછી પણ ચેપ લાગ્યો ફક્ત 3 જ દિવસમાં થયું કઈક એવું કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *