INDIA

આપ ના નેતા કેજરીવાલે મોદી ને લખી ચીઠ્ઠી અને કહ્યું કઈક આવું

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના દર્દીઓ માટે 7000 બેડ રિઝર્વ રાખવાની માંગ કરી છે. પત્રમાં તેમણે તાત્કાલિક ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનું પણ કહ્યું છે.આ પહેલા રવિવારે કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના લગભગ 25 હજાર કેસ આવ્યા છે.

તે ચિંતાનો વિષય છે કે છેલ્લા 24 કલાકમાં પોઝિટિવિટી રેટ 26% થી વધીને લગભગ 30% જેટલો થયો છે.કેજરીવાલે કહ્યું કે કોરોનાના કેસમાં વધારો થવાથી હોસ્પિટલોમાં બેડ પણ ઝડપથી સમાપ્ત થઈ રહ્યા છે. ICU બેડની અછત આવી પડી છે. આખી દિલ્હીમાં 100થી ઓછા ICU બેડ જ બચ્યા છે.

અહીં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,375 નવા કેસ નોંધાયા છે. એટલે કે દર કલાકે એક હજારથી વધુ પોઝિટિવ મળ્યા. એક દિવસમાં સૌથી વધુ લોકો પોઝિટિવ મળવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તેવી જ રીતે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 167 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ અત્યાર સુધીની સૌથી મોટી મૃત્યુઆંક પણ છે. એક આંકડા એ પણ ડરાવે છે કે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 24.56% પર પહોંચી ગયો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *