GUJARAT

સામન્ય લોકોને તો નહિ પણ આર્મી જવાનમાં પરિવારને પણ ના મળી હોસ્પિટલમાં જગ્યા છેલ્લે ઘરે જ લેવા પડ્યા અંતિમ શ્વાસ- ઓમ શાંતિ

નવસારી જિલ્લામાં એપ્રિલ માસના શરૂઆતમાં જ કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો. શહેરમાં 11 જેટલી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડ ખાલી ન હોય આ બાબતે હોસ્પિટલના સંચાલકોએ મીડિયા સમક્ષ આવ્યા હતા. તે વેળાએ દેશ માટે 20 વર્ષ સુધી આર્મીમેન તરીકે ફરજ બજાવનાર અને હાલ સ્વૈચ્છિક નિવૃત્ત લઈ માતૃભૂમિની સેવા કરી હવે માતાની સેવા કરવા માટે વતન આવેલા જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ખાતે રહેતા નિલેશભાઈ ટંડેલ સાથે બની છે.

નિલેશભાઈએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, હું 1999માં દેશની સેવા કરવા આર્મીમાં બીએસએફ વિભાગમાં જોઈન્ટ થયો. નાગાલેન્ડ, રાજસ્થાન, કાશ્મીર, કોલકતા સહિત બોર્ડર ઉપર આવેલ રાજ્યોમાં 20 વર્ષ ફરજ બજાવી માતૃભૂમિની સેવા કર્યા બાદ જન્મ આપનાર માતાની સેવા કરવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ઘરે આવ્યો માતા અને પરિવારની સંભાળ રાખતો થયો. માતા દમયંતીબેન દલપતભાઈ ટંડેલને સુગરની બીમારી હતી.

એપ્રિલ માસના બીજા સપ્તાહમાં તેમની તબિયત બગડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં સારવારની જરૂર હતી. નવસારીની હોસ્પિટલમાં મદદ માંગી પણ જગ્યા ન હોવાનું જણાવ્યું સુરત ખાતે પણ પૂછપરછ કરી ત્યાં પણ બધી હોસ્પિટલમાં જગ્યા ન હોવાનું જણાવાયું અને આખરે દરેક જગ્યાથી થાકેલા નિલેશભાઇએ પોતાની માતાની ઘરે સારવાર શરૂ કરી.

તા.14 મી એપ્રિલના રોજ સાંજે દમયંતિબેનને ઓક્સિજનની તકલીફ પડી હતી અને હોસ્પિટલમાં ફોન કરી એડમિટ માટે આજીજી કરી પણ બધેથી નકારમાં જવાબ મળ્યો હતો. જીવનના અંતિમ કલાકો માતા પુત્રની નજર સામે ઓક્સિજન વગર તરફડતી રહી.

નવસારીમાં કોઈ હોસ્પિટલમાં સારવાર માટે માતાને દાખલ કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને એક જ દિવસમાં 70થી વધુ ફોન કર્યા, પણ એકવાર પણ ફોન રિસીવ ન કર્યો. જિલ્લામાં સિસ્ટમને બદલવી છે. આજે મારી માતા સાથે જે થયું તેવું બીજા કોઈની માતા સાથે ન બને તે માટે સિસ્ટમને બદલવા માટે હું કટિબદ્ધ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *