GUJARAT Uncategorized

ભાજપ ના નેતા ને કઈ ફરક જ નથી પડતો,ભાજપ ના આ મોટા નેતા એ તેના પુત્ર ના લગ્ન માં 50 ને બદલે 500 લોકો ને ભેગા કર્યા હવે…

ગુજરાત માં કોરોના નો રાફડો ફાટી નીકળતા ગુજરાત સરકાર દ્વારાવ ઘણા નિયમો તથા સૂચનો આપવામાં આવ્યા હતા ઓણ તે સુ કામના જો ભાજપ ના
નેતા ઓ તેનું પાલન ના કરે તો ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને અનુસરતા નથી, અને સરેઆમ ભંગ કરતા જોવા મળે છે. છતા તેમના પર કોઈ પગલા લેવાતા નથી. ત્યારે વધુ એક ભાજપી નેતાનુ કારનામુ સામે આવ્યું છે. સામાન્ય લોકોને લગ્નપ્રસંગમાં 50 લોકોની એન્ટ્રી માન્ય છે, ત્યાં પંચમહાલમાં ભાજપના નેતાએ પુત્રના લગ્નમાં ટોળુ ભેગુ કર્યું હતું.

પંચમહાલમાં ભાજપના નેતાએ કોરોના ગાઈડ લાઈન અને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો છે. લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓ એકત્રિત થવા અંગેનું જાહેરનામુ છે, ત્યાં ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્નમાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું. જેનો વીડિયો સામે આવ્યો છે. લગ્નના આગલા દિવસે શનિવારે પરંપરા મુજબ ગોતરદેવી પૂજા વિધિ યોજાઈ હતી. ગોતરદેવી પૂજા વિધિમાં અધધ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડીજેના તાલે ઝૂમ્યા હતા.

કોરોનાની ગાઇડલાઈન અને રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય લોકો કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી પોતાના નિર્ધારિત માંગલિક પ્રસંગો મોકૂફ કરી રહ્યા છે. તો ભાજપના પદાધિકારીઓ જ નિયમો તોડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *