GUJARAT INDIA

ગુજરાત ના આ મોટા શહેર માં સોમવાર થી “હાફ લોકડાઉન” તથા…

ગુજરાત માં કોરોના ને કાબુ માં કરવા માટે અનેક જિલ્લા નો માં સ્વયંભૂ લોકડાઉં કરવામાં આવે છે જેમાં હવે ઉત્તર ગુજરાત ના મહેસાણા નો પકણ સમાવેશ કરવામાં આવયો છે મહેસાણા શહેરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન કોરોના કેસમાં સતત વધારો જોવા મળતાં દરરોજ બપોર પછી લોકડાઉનલાદવાનો નિર્ણય લેવાયો છે

આ ઉપરાંત શનિવારે અને રવિવારે તમામ બજારો સંપૂર્ણ બંધ રહેશે. મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે રવિવાર નગરા પાલિકા અને વેપારી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમવારથી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જો કે કોરોનાના કેસો વધતા રહેતાં રવિવારે ફરી એક વાર નગરપાલિકા અને વેપારી એસોસિએશનના તમામ પ્રમુખો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોમવારથી મહેસાણા શહેરના તમામ બજારો બપોરના 2 વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. બજારો બંધ હોવાના કારણે લોકોની અવર જવર ઘટશે અને સંક્રમણ ઓછું થશે.

તમામ વેપારી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર બાદ તમામ બજારો બંધ કરવા તેમજ આ નિર્ણય 30 એપ્રિલ સુધી માન્ય રહેશે. શનિવાર અને રવિવારના દિવસે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે.આ બેઠકમાં તમામ એસોસિએશનના પ્રમુખો હાજર હતા. વેપારીઓએ પાલિકાને રજૂઆત કરી હતી કે, અમે અમારા તમામ ધંધા બંધ કરીયે છીએ તો મોટા મોલ પણ બંધ થવા જોઈએ કારણ કે ભીડ તો મોલમાં પણ થવાની જ છે.

આ કારણે સંક્રમણમાં વધારો થવાનો જ તેથી મોલ પણ બંધ થવા જોઈને અને સ્વૈચ્છિક લોકડાઉનમાં મોટા મોલ પણ ભાગીદાર બને તેવું મહેસાણાના વેપારીઓ ઇચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *