GUJARAT

લોકડાઉન ને લઇ ને નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન,લોકડાઉન કરીશું..

ગુજરાતમાં લોકડાઉન લાદવા અંગે સરકાર હજુ અવઢવમાં હોવાનું બહાર આવ્યું છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવી જરૂરી તો છે, પણ બીજા વેવમાં એ કામ લાગે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ નથી જણાયું. લોકડાઉન અંગે જુદા જુદા નિષ્ણાંતોનો અભિપ્રાય છે કે માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવો, સાબુથી હાથ ધોવો તો લોકડાઉનની જરૂર રહેતી નથી. લાખો લોકોની રોજગારી ઉપર પર અસર થાય છે.

ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, મોટા માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે છતાં ક્યાંક ને ક્યાંક કોરોનાની ચેન તોડવી મુશ્કેલ બની રહી છે; એ સંજોગોમાં ગુજરાતમાં પણ લોકડાઉન લાદી કોરોના કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ શકે છે, ગુજરાતમાં લોકડાઉન લાદવા ડૉક્ટરનાં સંગઠનો, વેપારીઓ પણ સરકારને કહી ચૂક્યાં છે.

સુરત શહેર અને જિલ્લામાં રોજના 2000થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ વેપારીમંડળો અને એસોસિયેશનો સ્વૈચ્છિક બંધ પાળવા માટે અપીલ કરી રહ્યાં હતાં. એની અસર શનિ-રવિ બાદ સોમવારના દિવસે પણ જોવા મળી રહી છે. સુરત શહેરની સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા એવી સ્થિતિમાં દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જેની અસર શહેરભરમાં દેખાઈ રહી છે.

કાલુપુરની ટંકશાળ માર્કેટના વેપારીઓએ પણ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. મણિનગર સિંધી માર્કેટના વેપારીઓ પણ આ બે દિવસના બંધમાં જોડાયા હતા.માણેકચોક ટી મર્ચન્ટ એસોસિયેશન પણ કોરોના સામેની લડાઈ માટે સ્વયંભૂ બંધમાં જોડાયું હતું અને પોતાનાં કામકાજથી અળગું રહ્યું હતું. આ સિવાય રિલીફ રોડથી લઈને કાલુપુર સુધીના રોડ પર આવેલાં ઇલેક્ટ્રોનિક્સ બજારના વેપારીઓ પણ આ સ્વૈચ્છિક બંધમાં બે દિવસ માટે જોડાયા હતા. કાલુપુરની ટંકશાળ માર્કેટના વેપારીઓએ પણ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. મણિનગર સિંધી માર્કેટના વેપારીઓ પણ આ બે દિવસના બંધમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *