GUJARAT SPORT

કાલ ની મેચ માં બંને ગૂજરાત ના ખેલાડી એ ધૂમ મચાવી,ચેતન સાકરીયા અને જાડેજા નું કમાલ નું પરફોર્મન્સ

ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઈએ 188 રન કર્યા, જવાબમાં રોયલ્સની ટીમ 143 રન જ કરી શકી હતી. જોકે, ઇનિંગ્સ બ્રેકમાં એક્સપર્ટ્સ અને ફેન્સને લાગી રહ્યું હતું કે ઝાકળ આવશે અને રોયલ્સની ટીમ ટાર્ગેટ ચેઝ કરશે. જોકે, બધાની અપેક્ષા વિરુદ્ધ ઝાકળ આવી નહીં અને બોલ ગ્રીપ થઈને ટર્ન થઈ રહ્યો હતો. તેમાં CSKના સ્પિનર્સ ફાવી ગયા અને રોયલ્સની ટીમ ફેલ થઈ. ફિલ્ડ પર હંમેશાની માફક સૌરાષ્ટ્રનો સાવજ રવીન્દ્ર જાડેજા છવાઈ ગયો હતો.

રવીન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી. તે ઉપરાંત 4 કેચ પણ કર્યા. આમ રોયલ્સની કુલ 9 વિકેટ પડી, તેમાંથી 6માં જાડેજાનો હાથ હતો. તેણે જયદેવ ઉનડકટનો કેચ કરીને 4નું સિગ્નલ આપતા જણાવ્યું હતું કે તેણે ચાર કેચ કર્યા છે. તે ઉપરાંત મારી પાસે તારો નંબર છે વાળો સેલિબ્રેશન મૂવ પણ કર્યો હતો. આ સેલિબ્રેશન વાળી ક્લિપ વાઈરલ થઈ રહી છે.

તેમજ ગુજરાત ના ટેમ્પા ચાલાક ના પુત્ર ચેતન સાકરીયા એ પણ જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું હતું

ચેન્નઈ સામેની મેચમાં ધોની સહિત ત્રણ વિકેટ લીધી
ચેતને પોતાની ડેબ્યુ મેચમાં પંજાબ કિંગ્સ સામે ત્રણ વિકેટ લીધા પછી ગઈકાલે ચેન્નઈ સુપરકિંગ્સ સામે શાનદાર દેખાવ કર્યો હતો. તેણે મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના અને અંબાતી રાયુડુની વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *