GUJARAT SURAT

છેવટે ભગવાન ના દુતો જ આપણી રક્ષા કરે, વડોદરામાં સ્વામિનારાયણ મંદિર માં 500 બેડ ની કોવિડ હોસ્પિટલ નું નિર્માણ

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ અહીં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગોત્રી મેડિકલ હોસ્પિટલની વિસ્તરણ સુવિધાના ભાગરૂપે યજ્ઞ પુરૂષ સભામંડપમાં કોવિડ દર્દીઓની અહી સારવાર કરવામાં આવી રહી છે. BAPS સંસ્થાનું સભા મંડપ આજે દર્દી નારાયણનોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે.

અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે, BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવની સાથે થયેલ બેઠક મુજબ મંદિરના યજ્ઞપુરુષ સભામંડપમાં કોવિડ હોસ્પિટલ બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું જેનાથી અમે પણ ખુબ જ પ્રભાવિત થયા હતા. સંસ્થાને વિપદાની આ ઘડીમાં કોરોનાના દર્દીઓની સેવા કરવાની તક મળી છે.

તેમણે જણાવ્યું હતું કે, હાલમાં આ યજ્ઞપુરુષ શેડમાં જરૂરી તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધાઓ જેવી કે, મોબાઈલ ટોઇલેટ, બાથરૂમ, એર કુલર, પાર્કિંગની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે જ્યારે રાજ્ય સરકારે તમામ મેડિકલ સુવિધાઓ પૂરી પાડી છે. હાલમાં આ સેન્ટરમાં ડોક્ટર,નર્સ દ્વારા કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા ૬૦૦ જેટલા જરૂરીયાત મંદ અને ગરીબ પરિવારોને ભોજન આપી અન્યના દુઃખમાં મદદ કરવામાં આવી રહી છે. હાલમાં અહી સારવાર હેઠળના દર્દીઓ માટે ભોજન પ્રસાદની સેવા સંસ્થાએ ઉપાડી છે.

કોરોના મહામારીમાં ધાર્મિક સંસ્થાઓએ સમાજ પ્રત્યે જેટલું થઈ શકે એટલું કરવાની અત્યારે જરૂર છે. ધાર્મિક સંસ્થાઓ સંકટની આ ઘડીમાં પ્રશાસન અને સરકારને મદદ રૂપ થઇ સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવું જોઈએ તેમણે ઉમેર્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય એટલું જ નહીં કોરોના નષ્ટ થાય તે માટે તેમની કામના કરી હતી. આ સેન્ટરમાંથી દર્દીઓ સાજા થઈને ઘરે પરત થઇ જઈ રહ્યા છે જે શુભ સંકેત છે.

ગોત્રી હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ અને આ કેન્દ્રના ઇન્ચાર્જ ડો. સંદીપ શાહે જણાવ્યું હતું કે, ગોત્રી જી.એમ.ઇ.આર.એસના તાબા હેઠળના આ યજ્ઞપુરુષ સભા મંડપમાં ૩૫૦ બેડની ઓક્સિજન સુવિધા સહિતની કોવિડ હોસ્પિટલ અહીં શરૂ કરવામાં આવી છે જેનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અહીં હાલ 200 જેટલા કોરોનાના દર્દીઓને ઓક્સિજનની સુવિધા સાથેની સારવાર આપવામાં આવી રહી છે.

મંદિર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. અહીં જીવ માત્રની સેવાનું શિક્ષણ મળે છે. એવા મંદિરો દેશમાં અને વિદેશમાં તેમની સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતા બન્યા છે, ત્યારે અટલાદરા સ્વામિનારાયણ મંદિરે કોવિડના વ્યવસ્થાપનમાં સરકાર સાથે સહ ભાગીદાર બની એક નવો રાહ ચિંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *