INDIA

આજથી લઈ 30 એપ્રિલ સુધી બેંકના નિયમોમાં થયા આ બદલાવ, જાણો અહીં

આજથી લઈ આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે તો 2 બપોરે વાગ્યા પહેલાં પૂર્ણ કરવાનાં રહેશે.કોરોના મહામારીને પગલે હાલમાં તમામ ક્ષેત્રોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ ચાલી રહ્યું છે, જેને કારણે બેન્કોમાં પણ સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં પણ ગ્રાહકોની આરટીજીએસ, ક્લિયરિંગ તેમજ રેમિટેન્સિસ જેવાં કામોને અગ્રતા આપવામાં આવશે.

જેમાં બેન્કના સમયમાં ફેરકાર કરવાની વાત કરવામાં આવી હતી, સાથે જ સરકારનાં નાણાં વિભાગ દ્વારા આ વિષય પર એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.બેન્કોનો સમય ઘટી જતાં ગ્રાહકોને પૈસાની લેવડ-દેવડમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ માટે તમામ બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા ખાસ સૂચના અપાઈ છે.રાજ્યમાં આ બાબતે 15 એપ્રિલના રોજ સ્ટેટ લેવલ બેન્કર્સની એક મીટિંગ યોજાઈ હતી.

2 Replies to “આજથી લઈ 30 એપ્રિલ સુધી બેંકના નિયમોમાં થયા આ બદલાવ, જાણો અહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *