GUJARAT INDIA

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કોવિડ હોસ્પિટલ ને લઈ ને લીધો મોટો નિર્ણય

સરકારી ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલ પરનું ભારણ હળવું કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ખાનગી હોસ્પિટલ, કિલનિક્સ,દવાખાનાઓ અને નર્સિંગ હોમને તા. 15મી જૂન સુધી કોવિડની સારવાર કરવાની મંજૂરી લીધા વિના સારવાર કરી શકશે તેવો મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડની સારવાર કરવા માગતી હોસ્પિટલ,દવાખાનાએ માત્ર સંલગ્ન કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત જાણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવાના સરકારે ભાવ નક્કી કર્યા છે, પણ આ નવા નિર્ણય પછી દર્દી પાસેથી શું ચાર્જ લેવાનો રહેશે તે જરૂર પડશે તો સરકાર એકાદ-બે દિવસમાં નિર્ણય લેશે તેમ ટોચના સરકારી સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વેતન વધારાની જાહેરાત કરતા જણાવ્યું કે, દર્દીઓની સેવામાં રોકાયેલા વિવિધ સંવર્ગના કર્મચારીઓ અંગે નિર્ણય કર્યો છે. તજજ્ઞ ડોક્ટરોને માસિક અઢી લાખ આપશે. મેડિકલ ઓફિસરોને માસિક 1.25 લાખ, ડેન્ટિસ્ટોને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે. જ્યારે જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂ.18 હજાર અને વર્ગ 4ના કર્મચારીને મહિને 15 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે આઉટ સોર્સિંગમાં કામ કરતી બહેનોને આગામી ત્રણ મહિના માટે મહિને 13 હજારને બદલે રૂ.20 હજાર માનદ વેતન પેટે આપવામાં આવશે.

વર્ગ-4ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધું પ્રોત્સાહક વેતન આપવામાં
​​​​​​​મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસર્સ, ડેન્ટલ ડોક્ટર્સ, આયુષ ડોક્ટર્સ, હોમિયોપેથી, ડોક્ટર્સ તેમજ જુનિયર ફાર્માસિસ્ટ/લેબ ટેકનિશિયન/ એક્સ-રે ટેકનિશિયન અને ઇ.સી.જી. ટેકનિશિયનની આકર્ષક માનદ વેતન સાથે નિમણૂકો કરાઇ રહી છે. એ જ રીતે સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેક અને વર્ગ-4ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધું પ્રોત્સાહક વેતન આપવામાં આવશે.હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-4ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ 3 માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

તમામ દવાખાના-ક્લિનિક મંજૂરી વિના કોરોનાની સારવાર કરી શકશે
જ્યારે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રી કહ્યું કે, હવે તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમ, ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપી શકશે. આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર આપવાની મંજૂરી આપવામાં આવે છે. કોઈપણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં. તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે જાણ કરવાની રહેશે. તેમજ રાજ્યમાં કાર્યરત આર્મી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *