INDIA MAHARASHTRA

સરકારી હોસ્પિટલમાં સપ્લાય 30 મિનિટ સુધી અટકી જતા 22 દર્દીઓના દુઃખદ મોત-ઓમ શાંતિ

હોસ્પિટલના પ્રશાસનનું કહેવું છે કે ઓક્સિજન ટેન્કરમાં લીકેજને રિપેર કરવા માટે 30 મિનિટ સુધી સપ્લાઈ રોકવામાં આવ્યો હતો. જોકે દર્દીઓના સંબંધીઓનો આક્ષેપ છે કે સપ્લાઈ 30 મિનિટ નહિ પરંતુ 2 કલાક સુધી બંધ હતો. એક વ્યક્તિએ કહ્યું કે મારા પુત્રની પત્નીએ મારી સામે જ ઓક્સિજન ન મળવાના પગલે તડપી-તડપીને જીવ ગુમાવ્યો. જોકે હોસ્પિટલે આ અંગે કઈ જ કર્યું ન હતું.દુર્ઘટનામાં જીવ ગુમાવનારા એક વ્યક્તિના સંબંધીએ જણાવ્યું કે અમે પરિવારના સભ્યોને ગુમાવી દીધા છે. કોણ તેની જવાબદારી લેશે. બપોરે 12.30 વાગ્યાની આસપાસ અચાનક ઓક્સિજન આવવાનો બંધ થઈ ગયો અને મારો ભાઈ તડપી-તડપીને મરી ગયો. તેને 10 દિવસ પહેલા જ દાખલ કરવામાં આવ્યો હતો. 2 કલાક સુધી ઓક્સિજન બંધ રહ્યો.

આ લીકેજ દરમિયાન 20 કિલો લિક્વિડ ઓક્સિજન વેડફાઈ ગયો. હાલ હોસ્પિટલની સાથે જિલ્લા પ્રશાસને પણ આ લીકેજની તપાસ શરૂ કરી દીધી છે.જે સમયે ઓક્સિજનનો સપ્લાઈ રોકાઈ ગયો તે સમયે 171 દર્દીઓ ઓક્સિજન પર અને 67 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. ઓક્સિજનનો સપ્લાઈ અટકવાથી હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ, ટેન્કથી આવતા સપ્લાઈ પાઈપમાં લીકેજ થયું હતું. હાલ તેને સુધારવામાં આવ્યું છે. આ લીકેજ દરમિયાન 20 કિલો લિક્વિડ ઓક્સિજન વેડફાઈ ગયો.

આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું. તેના સસરાએ જણાવ્યું કે 4 દિવસ પહેલા હોસ્પિટલ લઈને આવ્યા હતા. સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો. જોકે ઓક્સિજન સપ્લાઈ રોકાતાની સાથે જ તબિયત ખરાબ થવા લાગી અને તેનું મૃત્યુ થયું.દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે સંવેદના વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાથી થયેલી દુર્ઘટનાના સમાચાર સાંભળી દુઃખી છું. આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમની અપૂરણીય ક્ષતિ પર પોતાનું દુઃખ વ્યક્ત કરું છું.

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે 11 મહિલાઓ અને 11 પુરુષો આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. તમામ કોરોના દર્દીઓ હતા. આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. તેના માટે આઈએસ અધિકારી, એન્જિનિયર, એક સિનિયર ડોક્ટરની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *