GUJARAT

PM ભલે ના પાડે પણ આ 5 મહાનગરો માં લોકડાઉન લગાવવું પડશે- જાણો કોણે આવી માંગ કરી

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન કરવાની ના પાડી છે, ત્યારે મોટા ભાગનાં ડોક્ટર્સ, વેપારી મંડળો, હાઈકોર્ટ અને જનતા સહિત સૌકોઈ આ સ્થિતિ વચ્ચે હવે રાજ્યમાં લોકડાઉનની માગ બળવત્તર બનવા લાગી છે.,ગુજરાત સરકાર લોકડાઉન કરવા તૈયાર નથીમોદીએ કહ્યું કે, કોરોના વિરૂદ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે.

જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું. પરંતુ દેશને લોકડાઉનથી બચાવવાનું છે, રાજ્યો પોતાને ત્યાં લોડકાઉનને અંતિમ હથિયાર તરીકે ઉપયોગ કરે. આપણે આ રીતે અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારી શકશું.લોકડાઉન અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. કિરીટ ગઢવી જણાવે છે કે કોરોનાના વાયરસમાં મ્યૂટેશન થતાં એની સંક્રમણશક્તિ વધી છે, જેને કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે વાયરસની મારણશક્તિ ઘટી છે. લોકો આજેય માસ્ક વગર ફરી રહ્યા છે.

જો લોકડાઉન નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. હેલ્થ સ્ટાફની જેટલી ક્ષમતા છે ત્યાં સુધી સેવા આપી રહ્યા છે, પરંતુ જો આ સ્ટાફની ધીરજ ખૂટી જશે અને હેલ્થ સ્ટાફના લોકો કોરોના સંક્રમિત થશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.જ્યારે સુરત ફોસ્ટા (FOSTA) દ્વારા શહેરમાં એક સપ્તાહ લોકડાઉનની માગ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. એ મુજબ માત્ર શનિ-રવિ બંધ રાખવાથી કોરોના ચેન તૂટશે નહીં, આખું સુરત એક સપ્તાહ માટે લોકડાઉન કરવા માગ કરાઈ છે.

IMAના પૂર્વ પ્રમુખ ડો.અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. હાલની પરિસ્થિતિ જોતાં કોરોના ચેન તોડવી પ્રથમ આવશ્યકતા છે અને એ માટે લોકડાઉન એ જ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, વડોદરાના પ્રમુખ પરેશ મજમુદારે જણાવ્યું હતું કે હું IMA, વડોદરાના પ્રમુખ તરીકે નથી કહેતો પણ મારો પર્સનલ અભિપ્રાય છે કે કોરોનાની ચેન તોડવા માટે આંશિક લોકડાઉન જરૂરી છે, પરંતુ લોકડાઉન માટે આર્થિક, વેપાર રોજગાર સહિતનાં અનેક પાસાંનું ધ્યાન રાખવું પડતું હોય છે. ભાવનગરના ડો.એન.પી.કુહાડિયાએ જણાવ્યું હતું કે હું 37 વર્ષથી આરોગ્યસેવા સાથે સંકળાયેલો છું. જે લોકો લોકડાઉનની હિમાયત કરતા હોય તે ઘરમાં રહે અને ઘરની બહાર નીકળવા માટે કોઈ દબાણ લાવવામાં આવતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *