Uncategorized

PM મોદી એ લોકડાઉનને લઇને આપ્યું મોટું નિવેદન, જાણો અહી

દેશમાં કોરોનાથી બગડતી જતી સ્થિતિને લઈને વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું છે. PM મોદીએ દેશમાં કોરોનાથી બગડી રહેલી પરિસ્થિતિ સહિત અનેક મુદ્દા અંગે વાત કરી હતી.કોરોનાની બીજી લહેલ તોફાની બનીને આવી છે.

મોદીએ કહ્યું કે કોરોના વિરૂદ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ ગત દિવસોમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.

મેડિકલ સ્ટાફ અને પોલીસ કર્મીઓની પ્રશંસા કરી
મોદીએ કહ્યું કે, ‘ સાથીઓ! મારી વાતને વિસ્તારથી જણાવાત પહેલાં હું દેશના તમામ ડોકટર, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારી, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, સુરક્ષાદળ, પોલીસ કર્મચારીની પ્રશંસા કરીશે. તમે કોરોનાની પહેલી લહેરમાં પણ પોતાના જીવને દાંવ પર લગાવ્યો હતો. આજે ફરી તમે આ સંકટને પોતાના પરિવાર, સુખ અને ચિંતાઓને છોડીને બીજાના જીવનમાં બચાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છો. આપણાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કઠિનથી કઠિન સમયમાં પણ ધેર્ય ન ગુમાવવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા યોગ્ય નિર્ણય પણ લો, ત્યારે જ આપણે વિજય મેળવી શકીશું. આ મંત્રને સામે રાખીને આજે દેશ દિવસ-રાત કામ કરી રહ્યો છે.’

ઓક્સિજનની વ્યવસ્થા પર ફોકસ
‘આ વખતે કોરોના સંકટમાં દેશના અનેક વિસ્તારમાં ઓક્સિજનની ડિમાન્ડ ઘણી જ વધી છે. આ વિષય પર તેજીથી અને સંપૂર્ણ સંવેદનશીલતાની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રાઈવેટ સેક્ટર, તમામના પૂરતાં પ્રયાસ છે કે દરેક જરૂરિયાતવાળા લોકોને ઓક્સિજન મળે. ઓક્સિજન પ્રોડક્શન અને સપ્લાઈને વધારવા માટે અનેક સ્તરો પર ઉપાય કરવામાં આવી રહ્યાં છે. રાજ્યોમાં 1 લાખ નવા સિલિન્ડર પહોંચાડવાના હોય, ઉદ્યોગોમાં ઉપયોગ થનારા ઓક્સિજનને મેડિકલ હોય, ઓક્સિજન રેલ હોય, દરેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.’

આપણા વૈજ્ઞાનિકોએ દિવસ-રાત એક કરી વેક્સિન તૈયારા કરી
આજે ઉત્પાદન વધારવા માટે તમામ મદદ લઈ રહ્યા છીએ. આપણા દેશની પાસે એટલુ મોટું અને મજબૂત ફાર્મા સેક્ટર છે જે ઝડપથી ઉત્પાદન વધારી રહ્યું છે અને જરૂરિયાતોને પૂરી કરવા તમામ શક્તિ કામે લગાડી રહ્યું છે. ગયા વર્ષે જ્યારે થોડા દર્દીઓ સામે આવ્યા હતા ત્યારથી જ ભારતે કોરોના સામે અસરકારક વેક્સિન માટે તૈયારી શરૂ કરી દીધી હતી.

આપણા વૈજ્ઞાનિકોએ દિવસરાત એક કરીને વેક્સિન તૈયાર કરી. આજે વિશ્વની સૌથી સસ્તી વેક્સિન ભારતમાં છે. આ પ્રયાસમાં ખાનગી સેક્ટરે ઈનોવેશન અને ટેકનોલોજીનું ઉત્તમ પ્રદર્શન કર્યું છે.વર્તમાન સમયમાં ભારત બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન સાથે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. PM મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું હતું કે કોરોના સામે દેશ આજે ફરી એક મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાક સપ્તાહ અગાઉ સ્થિતિ કાબૂમાં રહી હતી. હવે આ બીજી તોફાની લહેર બનીને આવી છે

18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિન અભિયાન
ગઈકાલે વેક્સિનને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1લી મેથી 18 વર્ષથી ઉપરની વયના નાગરિકોને વેક્સિનેશન કરવામાં આવશે. હવે જે વેક્સિન બનશે તે પૈકી અડધો હિસ્સો રાજ્યોને પણ મળશે. અગાઉની માફક સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે વેક્સિન મળતી રહેશે. જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને લાભ મળતો રહેશે. આપણો પ્રયાસ જીવન બચાવવા માટે છે, આ સાથે આર્થિક પ્રવૃત્તિઓ અને આજીવિકાને ઓછામાં ઓછી અસર થાય તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અગાઉ કોરોના સામે લડવા મેડિકલ ઈન્ફ્રા, ન હતું, આજે ટૂંકા ગાળામાં તેનું સર્જન થયું
અગાઉ વૈશ્વિક મહામારી સામે લડવા માટે આપણી પાસે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું. પર્યાપ્ત લેબ ન હતી. PPEનો વિકલ્પ ન હતો. બિમારીની સારવાર માટે જાણકારી ન હતી. પણ ખૂબ જ ઓછા સમયમાં આપણે આ બાબતમાં સુધારો કર્યો છે. આજે આપણા ડોક્ટરોએ કોરોનામાં નિપૂર્ણતા હાંસલ કરી લીધી છે. તેઓ કોરોનાની સારવાર કરવા ઉપરાંત દર્દીઓના જીવનને પણ બચાવી રહ્યા છે.

આજે આપણી પાસે લેબનું મોટું નેટવર્ક છે. દેશ અત્યાર સુધીમાં કોરોના સામે મજબૂત રીતે અને ધૈર્યથી લડાઈ લડ્યો છે. જેનો શ્રેય દેશવાસીઓને જાય છે. અનુસાન અને ધૈર્યથી કોરોના સામે લડી રહ્યા છીએ. આપણે સૌ સાથે મળી, જનભાગીદારીથી લડાઈ લડશું. અનેક સામાજીક સંસ્થાઓ અનેક મોરચે કામ કરી રહી છે.

યુવાનો સ્થાનિક સ્તરે મંડળ કે જૂથ બનાવી જે-તે વિસ્તારમાં કોવિડ અનુશાસન માટે કામ કરે
મારી યુવા સાથીઓને વિનંતી છે કે તેઓ સોસાયટી, મહોલ્લાઓ, જે-તે વિસ્તારમાં કોવિડ અનુશસાન કરવા મંડળ બનાવી તૈયારી કરે,જેથી સરકારને લોકડાઉન લગાવવાની કોઈ જ જરૂર ન પડે. સ્વચ્છતા અભિયાન સમયે નાના બાળકોએ વડીલો અને મોટેરાઓને સમજાવ્યા હતા અને જાગૃતિ કેળવવામાં મદદ કરી હતી, બસ આ પ્રકારનો અભિગમ કોરોના મહામારી સામે લડવા અપનાવે તેવો મારો અનુરોધ છે.

પ્રચાર માધ્યમને વિનંતી કરુંછું કે લોકોને સતર્ક કરવા અને જાગૃત કરવા કામ કરે. આ સાથે ડરનો માહોલ ન સર્જાય તે માટે કામ કરે ,લોકો ડર અને ભ્રમમાં ન આવે. આજે આપણે દેશને લોકડાઉનથી બચાવવાના છે, રાજ્યો પોતાને ત્યાં લોડકાઉનને અંતિમ હથિયાર તરીકે ઉપયોગ કરે. આપણે આ રીતે અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારી શકશું.

દરમિયાન દેશમાં કોવિડ મહામારીના વધતા જતા કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વેક્સિન અંગે ઉત્પાદકો સાથે બેઠકમાં જોડાયા છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના આદાર પૂનાવાલા સહિત અન્ય મોટી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. આની પહેલા તેઓએ ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીના પ્રમુખો સાથે સોમવારે વાતચીત કરી હતી. PM મોદીએ મહામારી વિરુદ્ધની લડાઈમાં મેડિકલ ક્ષેત્રની મહત્ત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

દેશને લોકડાઉનથી બચાવવાનું છે, રાજ્યો પણ મદદ કરે​​​​​​​
આજે જે સ્થિતિ છે તેમાં દેશને લોકડાઉનથી બચાવવાનો છે. હું રાજ્યોને પણ વિનંતી કરું છું કે તેઓ લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે ઉપયોગ કરે. લોકડાઉથી બચવાા ભરપૂર પ્રયત્ન કરવાના છે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. આપણે આપણા અર્થતંત્રના આરોગ્યની સાથે દેશવાસીઓના આરોગ્યની પણ કાળજી રાખવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *