Uncategorized

4 માસ ની ગર્ભવતી નર્સ એ કોઈ પણ સ્વાર્થ વિના આઈસોલેશન સેન્ટર માં કોરોના ના દર્દી ની સેવા આપે છે,કૉમેન્ટ કરી ધન્યવાદ આપીએ

કોરોનાના હાહાકાર વચ્ચે હવે લોકોમાં ધર્મ અને જાતિના બંધનો ગૌણ બન્યા છે. અલથાણ કોમ્યુનિટી હોલના અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં મુસ્લિમ ગર્ભવતી નર્સ દર્દીઓની સેવા કરી રહી છે.પવિત્ર રમજાન માસમાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરતી 29 વર્ષની નેન્સી આઇઝન દર્દીઓની સેવા પણ ઈબાદત સમજીને કરી રહી છે. કોરોનાના માહોલમાં ગર્ભમાં રહેલા શિશુને સલામત રાખવાની જવાબદારી વચ્ચે ધર્મભેદ ભૂલી નેન્સી દર્દીઓને સાજા કરી ઘરે મોકલવામાં વ્યસ્ત બની છે.

અટલ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓની સેવા સુશ્રુતા કરી રહેલી નેન્સીએ જણાવ્યું કે, હું કોરોનાની પહેલી લહેરમાં પણ અટલ સેન્ટરમાં સેવા આપી રહી હતી.અત્યારે બીજી લહેર વખતે હું ગર્ભવતી છું પણ મારા માટે મારી ફરજ પહેલા છે અને એટલે સેન્ટરમાં નિયમિત સેવા આપું છું. ​​​​​​​રમજાનના પાક મહિનામાં માલિકની દયાથી મને બીજાની મદદ કરવાનો મોકો મળ્યો છે. જ્યારે કોઈ દર્દી અહીંથી ડિસ્ચાર્જ લે છે ત્યારે એના ચહેરાની ખુશી જોઈ મને જે ખુશી થાય છે એ શબ્દોમાં રજૂ કરી શકું એમ નથી.

કોરોનાની પહેલી લહેરથી અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખોલ્યું હતું. દર્દીઓને તમામ પ્રકારે સાજા કરવા પ્રયાસ કરીએ છીએ. આ ફક્ત મારો પ્રયાસ નથી પણ એક આખી ટીમ આમાં સહભાગી બની રહી છે. > હર્ષ સંઘવી, ધારાસભ્ય, મજુરા

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *