GUJARAT

રેમદેસીવીર મુદ્દે હાઇકોર્ટ એ સરકારને આકરા શબ્દોમાં ખખડાવતા કહ્યું કે…

કોરોનાના વધી રહેલા સંક્રમણ અંગે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, સરકાર રાજ્યવ્યાપી રેમડેસિવિરના વિતરણ અંગેની પોલિસી બનાવે. આ પોલિસી તમામ પરિબળોને ધ્યાનમાં લઈને બનાવવી જોઈએ અને દર્દી સરકારી હોસ્પિટલમાં છે કે પ્રાઈવેટ હોસ્પિટલમાં તેવા ભેદભાવ રાખ્યા વગર જે દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમને સૌપ્રથમ રેમડેસિવિર મળવું જોઈએ

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે 108માં વહેલા તે પહેલાના ધોરણે દર્દીઓને લઈ જવામાં આવે છે. ખરેખર તો વધુ ગંભીર સ્થિતિવાળા દર્દીઓને પહેલા ખસેડવા જોઈએ. હાઇકોર્ટે સરકાર પાસે આ મુદ્દે જવાબ માગ્યો છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ માત્ર ઘરેથી દર્દીઓને લઈ જાય છે. અન્ય હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને લઈ જતી નથી. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં કોઈ દર્દી દાખલ હોય અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને ખાનગી કારમાં હોસ્પિટલમાં જવું પડે છે.

હાઇકોર્ટ સમક્ષ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખાના પ્રેસિડેન્ટ ડો. દેવેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલોની જેમ જ ખાનગી હોસ્પિટલોને રેમડેેસિવિર ઈન્જેકશન આપવા જ જોઈએ. નહીં તો સરકારે તમામ કોવિડ પોઝિટિવ દર્દીઓના એડમિશનની અને સંપૂર્ણ સારવારની જવાબદારી જાતે જ ઉઠાવવી જોઈએ.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આ એક નાજુક મુદ્દો છે અને રાજ્ય સરકારે તેને સંભાળપૂર્વક હાથ ધરવો જોઈએ. સરકારના આરોગ્ય સચિવે તમામ સંલગ્ન લોકો સાથે એક ઈમરજન્સી મીટિંગ કરી અને નીતિ ઘડી કાઢવી જોઈએ.

કોઈપણ મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટરની મુનસફીના આધારે રેમડેસિવિરનું વિતરણ ન થવું જોઈએ. રેમડેસિવિરનું વિતરણ કલેક્ટર અથવા કમિશનર કક્ષાએ થઈ શકે છે પરંતુ આ અંગેની નીતિ તો રાજ્ય સરકારે જ ઘડવી જોઈએ. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી 27 એપ્રિલે નિર્ધારિત કરી છે.

2 Replies to “રેમદેસીવીર મુદ્દે હાઇકોર્ટ એ સરકારને આકરા શબ્દોમાં ખખડાવતા કહ્યું કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *