INDIA

ગુજરાતમાં વધ્યો કોરોના એરબોન, બાળકોને સંક્રમણથી દૂર રાખવા આ છે એકમાત્ર ઉપાય

કોરોના સંક્રમણથી બચવા બાળકોને હજી સુધી રસી આપવા અંગે નિર્ણય લેવાયો નથી. ત્યારે તેમને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે ઘરમાં લોક કરવા જરૂરી હોવાનું બાળરોગનાં નિષ્ણાત માની રહ્યાં છે. ઘરમાં બાળકોની સાચવણી કરવી જોઈએ અને ઘરની બહાર જનારાં પરિવારજનોથી દૂર રાખવાં જોઈએ, જેને કારણે તેમને સંક્રમણથી બચાવી શકાય.બાળરોગનાં નિષ્ણાત ડો. મોનાબેન દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે; ત્યારે બાળકોને કોરોના ન થાય એના માટે તેમને ઘરમાં જ રાખવાં એ એક માત્ર ઉપાય છે.

બાળકોની સાચવણી તેમનાં માતા-પિતાની જવાબદારી છે, જેને કારણે તેમણે આ સમજી બાળકને ક્યાંય બહાર લઈને નીકળવું જોઈએ નહીં.કેટલાંક બાળકોને માતા-પિતા સોસાયટીમાં કે ફ્લેટમાં નીચે રમવા માટે મોકલી આપે છે, જે ખૂબ જ જોખમકારક છે, કારણ કે અત્યારે એરબોન વાયરસ છે, એટલે કે હવામાં વાયરસ ફેલાઇ ગયો છે, જેથી ક્યાં કોઈ છીંક ખાય તો તેનો એ વાયરસ ત્યાં હોય તો એનો ખ્યાલ ન આવે. ઘરના લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે લોકડાઉન નથી, જેને કારણે લોકો બહાર આવતા-જતા હોય છે,

શોપિંગ કરવા કે કોઈના ઘરે બાળકને લઈને જવા અત્યારે હિતાવહ નથી, જેથી બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.બાળકોને ઘરમાં જ રાખવાં અત્યારે એકમાત્ર વિકલ્પ છે. જે બાળક માસ્ક પહેરે છે તેને પહેરાવી રાખવું જોઈએ, જેથી સંક્રમણથી બચી શકે અને ખાસ કરીને ફ્લેટ કે સોસાયટીમાં રમવા ન મોકલવાં જોઈએ. ઘરમાં ઇન્ડોર એક્ટિવિટી કરાવવી જોઈએ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *