GUJARAT INDIA

આપ ના સૌથી નાની વયના કોર્પોરેટર પાયલ પટેલ એ પોતાનો જીવ જોખમ માં મૂકી ને લોકો ની સેવા કરી રહ્યા છે ,જુઓ દ્ર્શ્યો

હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં સુરત અમદાવાદ રાજકોટ જામનગર અને વડોદરા આ૫ મહાનગરોમાં પરિસ્થિતિએ ખૂબ જ કપરી બની છે આ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ની સંખ્યા અને એમ્બેસી ઇન્જેક્શનની ખૂબ જ અછત સર્જાય રહી છે તે વચ્ચે ઘણી બધી સામાજિક સંસ્થાઓ સેવાભાવી કામ કરી રહી છે

આપના સૌથી નાની વયના કોર્પોરેટર પટેલે યોગીચોક ખાતે આવેલ isolation સેન્ટર માં સેવા આપી હતી જે પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યા છે તેવું જોવા મળે છે તેઓ સાગર ખાતે કોમ્યુનિટી હોલમાં પણ કોઈ પણ સ્વાર્થ વિના કોરોના ના દર્દી સેવા કરી રહ્યા હતા ખુબજ પ્રશંસનીય કામ છે
આપના 27 ઉમેદવારોની જીત થઈ છે. આ ચૂટણીમાં 22 વર્ષીય ગુજરાતી એક્ટ્રેસ પાયલ પટેલ આપના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની ચૂંટણી જીતી છે. ભાજપે 120માંથી 93 બેઠકો કબ્જે કરી છે. સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી હવે વિપક્ષમાં બેસશે.

પાયલ આ ચૂંટણીમાં સૌથી યુવા કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી છે. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલનો આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલની જીત થતા તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જીત બાદ તેણે કહ્યું કે, અમે કોઈ પક્ષમાં છે કે વિપક્ષમાં આ મુદ્દો નથી અમારુ કામ છે જનતાની સેવા કરવાનું. પાયલ પટેલે ગુજરાત ફિલ્મ સહિત 50થી વધુ ગુજરાતી ગીતોમાં કામ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *