AHMEDABAD GUJARAT

મોક્ષ મેળવવા પણ લાંચ આપવાની ? અમદાવાદ માં સ્મશાન માં મૃતદેહ ને જલ્દી સળગાવવા પૈસા ની માંગણી

અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા બાપુનગર ચામુંડા સ્મશાનગૃહમાં કામ કરતી બે મહિલાએ મૃતદેહ વેઈટિંગમાં હોવાથી ઝડપથી બાળવા માટે રૂ.1500ની માગ કરી હતી. મૃતદેહોનું કોઈ વેઈટિંગ ન હોવા છતાં કોરોનાની બોડી આવે છે કહી પૈસાની માગણી કરવામાં આવી હતી.અમદાવાદના એક સ્મશાનમાં આ રીતે ત્યાં કામ કરતા કર્મચારીઓ શબના વેઈટિંગના નામે પૈસા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે.

મંગળવારે સાંજે મારા પાડોશમાં રહેતા 99 વર્ષના વૃદ્ધનું કુદરતી મૃત્યુ થઈ જતાં તેમને અંતિમવિધિ માટે ચામુંડા સ્મશાનગૃહમાં લઇ ગયા હતા, જ્યાં અમારી પહેલાં બે કોરોનાની ડેડબોડી હતી, જે બાળવામાં આવી હતી. બાદમાં ત્યાં કામ કરતા લોકોએ ચિતા ખાલી હોવા છતાં હમણાં વેઈટિંગમાં છે લાશ, એમ કહી મૂકવાની ના પાડી હતી. બાદમાં જાણવા મળ્યું કે તેમને પૈસા જોઈએ છીએ, માટે આવું કહ્યું હતું. જેથી તેમને જઈને પૂછ્યું કે શેના પૈસા લો છો.

1500 રૂપિયા માગીએ છીએ, અમારી મહેનત છે. સવારે બોડી જોવા આવજો, એટલે ખબર પડે એમ કહી લાશને નામે પૈસાની માગણીઓ કરવામાં આવી ,વીડિયો ઉતાર્યો હતો, જેમાં મહિલાઓ જણાવે છે કે અમે કોન્ટ્રેક્ટ પર કામ કરીએ છીએ અને અમે લઈએ છીએ. વેઈટિંગ હોય તો ઊભું રહેવું પડશે. અમને અમારી મહેનતના પૈસા જોઈશે. કોન્ટ્રેક્ટ પર છીએ, કોર્પોરેશન અમને પગાર નથી આપતું અને ધારાસભ્યને અહીં બોલાવો.કોર્પોરેશન અને સરકારે આવા લોકો સામે કડક પગલાં ભરવા જરૂરી છે.નોંધનીય છે કે એક તરફ પરિવારજનોને પોતાના સ્વજન ગુમાવવાનું દુઃખ હોય છે ત્યારે બીજી તરફ આ રીતે મોક્ષ અપાવવા માટે પણ પૈસાની માગણી કરાય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં મોતનો મલાજો જળવાય એ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *