MAHARASHTRA Uncategorized

વધુ એક કોવિદ હોસ્પિટલ આગમાં ખાખ, 13 દર્દીઓના ભયજનક મોત- ૐ શાંતિ

મહારાષ્ટ્રના વિરાર વેસ્ટમાં સ્થિત વિજય વલ્લભ કોવિડ સેન્ટરના ICU માં આગ લાગવાથી 13 દર્દીનાં મોત થયાં છે. આ ઘટના સમયે ICU 15 દર્દી હતા અને સમગ્ર સેન્ટરમાં 90 દર્દી દાખલ રહતા.આગ લાગવાની ઘટના શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યે બની છે. હાલમાં આગ પર કાબૂ મેળવી શકાયો છે. આ કોવિડ સેન્ટર બીજા ફ્લોર પર છે. આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટસર્કિટ હોવાનું જણાવાયું છે. જે પેશન્ટને ઓક્સિજનની જરૂર છે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે.

આગની ઘટના બાદ વિજય વલ્લભ કોવિડ સેન્ટરમાંથી દર્દીઓને અફરાતફરીમાં અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાયા. એવું જાણવા મળ્યું છે કે ઘટના સમયે આઇસીયુમાં બે નર્સ હતી. હોસ્પિટલના સીઇઓ દિલીપ શાહે દાવો કર્યો છે કે રાતે હોસ્પિટલમાં ડોક્ટર હતા, પરંતુ તેમને પૂછવામાં આવ્યું કે ઘટના સમયે કુલ કેટલો સ્ટાફ ડ્યૂટી પર હતો તો તેઓ સાચો આંકડો જણાવી શક્યા નહોતા.

મહારાષ્ટ્રના નાસિકમાં નગર નિગમના ઝાકીર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન-ટેન્ક લીક થઈ ગઈ. એને રિપેર કરવામાં 30 મિનિટ જેટલો સમય લાગ્યો અને એટલીવાર ઓક્સિજન સપ્લાઈ રોકી દેવાયો હતો, જેને કારણે 24 દર્દીનાં મોત થયાં હતાં. જે સમયે ઓક્સિજન સપ્લાઈ રોકવામાં આવ્યો એ સમયે 171 દર્દી ઓક્સિજન પર અને 67 દર્દી વેન્ટિલેટર પર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *