GUJARAT Uncategorized

હે સરકાર મારા અમરેલીને બચાવી લ્યો, જો ટૂંક સમયમાં આ નહીં થાય તો લાશોના ઢગલા થશે: પરેશ ધાનાણી

અમરેલી જિલ્લામાં કોરોના મહામારીએ કાળો કરે વર્તાવતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પગ મુકવાની જગ્યા નથી રહી. ત્યારે છેલ્લા 3 દિવસથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરી રહેલા નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લામાં જરુરી સુવિધા પૂરી પાડવાની માગ કરી છે. સાથે ખાનગી હોસ્પિટલમાં આજે એક જ કલાકમાં ઓક્સિજન ઉપલબ્ધ નહીં થાય તો લાશોના ઢગલાં થવાની ભીતિ પણ વ્યકત કરી છે. ધાનાણીએ સરકારને અપીલ કરી અમરેલીને બચાવવાની માગ કરી છે.

પરેશ ધાનાણીએ સરકારને અપીલ કરતા કહ્યું છે કે, જિલ્લાની ખાનગી હોસ્પિટલ પાસે હાલ એક કલાક ચાલે તેટલો જ ઓક્સિજન બચ્યો છે. જો તેને તાત્કાલીક ઓક્સિજન નહીં મળે તો હોસ્પિટલમાં લાશોના ઢગલાં થશે.અમરેલીમાં ઓક્સિજન ઉત્પાદનનો કોઈ પ્લાન્ટ ના હોઈ સંપૂર્ણ આધાર ભાવનગર અને રાજકોટ જિલ્લા પર રાખવામા આવી રહ્યો છે. પરંતુ, છેલ્લા ત્રણ દિવસથી રાજ્કોટ અને ભાવનગર જિલ્લામાંથી અમરેલીના મળતા ઓક્સિજનની સપ્લાય બંધ થતા જિલ્લામાં સ્થિતિ વિકટ બની હોવાની ધાનાણીએ વાત કરી હતી. સાથે સરકારે અપીલ કરી હતી કે, ‘મારા અમરેલીને બચાવો’

અમરેલી જિલ્લામાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવી રહી છે.ત્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના મત વિસ્તારમાં આવેલી હોસ્પિટલ અને આરોગ્ય કેંદ્રની મુલાકાત કરી હતી. વડિયા, કુંકાવાવા અને અમરેલીની મુલાકાત દરમિયાન હ્રદયદ્રાવક દ્રશ્યો જોયા હોવાનો ધાનાણીએ દાવો કર્યો હતો. તમામ હોસ્પિટલમાં કોઈને કોઈ સુવિધાનો અભાવ હોવાની વાત કરી ધાનાણીએ તાત્કાલિક ખૂટતી સુવિધા પૂરી પાડવા સરકારને અપીલ કરી છે.

46 Replies to “હે સરકાર મારા અમરેલીને બચાવી લ્યો, જો ટૂંક સમયમાં આ નહીં થાય તો લાશોના ઢગલા થશે: પરેશ ધાનાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *