INDIA MADHYA PRADESH

વેન્ટીલેટરની રાહ જોતા જોતા ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સહિત માં ને કોરોના ભરખી ગયો-ઓમ શાંતિ

આનું પ્રાથમિક ઉદાહરણ આપીએ તો અત્યારે અહીંયા ઓક્સિજન, બેડ અને દવાઓની ભારે અછત વર્તાઈ રહી છે. અત્યારે આરોગ્ય વિભાગ એટલું મુશ્કેલીમાં મુકાઈ ગયું છે કે અન્ય રોગના દર્દીઓને પણ યોગ્ય સારવાર મળી રહી નથી. શુક્રવારની રાતે એક મહિલાએ વેન્ટિલેટરની રાહ જોતા-જોતા પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

મહિલાનો જીવ બચાવવા માટે એક સંગઠને દિગ્ગજ નેતાઓથી માંડીને હોસ્પિટલ પ્રશાસનને પણ ફોન લગાવ્યા હતા. તેઓએ મુંબઈ સુધી ફોન લગાવીને વેન્ટિલેટર માટે માંગ કરી હતી. એક ફોન આવ્યા પછી સોનૂ સૂદે પણ વેન્ટિલેટર અંગે માંગ કરી હતી, પરંતુ મહિલાનો જીવ બચી શક્યો ન હતો. કરણી સેનાના જીલ્લા અધ્યક્ષ અનુરાગ રાઘવે જણાવ્યું હતું કે શનિવારની રાતે મારી ઓળખાણ અને મહિલાના પતિએ મને ફોન લગાવ્યો હતો.

એ સમયે એમની હાલત ગંભીર હતી. કોઈપણ જગ્યાએ હોસ્પિટલમાં બેડ મળી રહ્યા ન હતા. મેં પણ દરેક જગ્યાએ પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ ICU વાળો બેડ ક્યાંય પણ ખાલી ન હતો. ત્યારપછી મેં ઓક્સિજન સિલિન્ડર સાથે એમાં લાગતા તમામ યંત્રોની વ્યવસ્થા કરાવીને 2-3 કલાકની મહામહેનતે મહિલાને નહેરૂ નગરની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. હોસ્પિટલમાં એમની સારવાર પણ શરૂ થઈ ગઈ હતી.

શુક્રવારે રાતે 10 વાગ્યે મને એમનો ફોન આવ્યો. એમને જણાવ્યું હતું કે મહિલાની હાલત ગંભીર છે. એમનું સિઝેરિયન કરવું પડશે. અત્યારે ડોકટરો કહે છે કે મહિલાનું ઓક્સિજન લેવલ પણ 40 ટકા થઈ ગયું છે. ઝડપથી વેન્ટિલેટરની વ્યવસ્થા કરવાની જરૂરત છે. આ કપરા સમયમાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરવું ઘણું મુશ્કેલ હતું, તેમ છતાં અમે દિગ્ગજ નેતાઓ સહિત દરેક લોકોને ફોન લગાવ્યા પરંતુ વ્યવસ્થા થઈ શકી નહોતી.

રાતે લગભગ 12-1 વાગ્યે મેં મુંબઈમાં સોનુ સૂદને ફોન કરીને વેન્ટિલેટર માટે મદદ માંગી હતી. તેઓએ મેસેજ દ્વારા વેન્ટિલેટરની સહાયતા કરવા અપિલ પણ કરી હતી. જોકે રાતના 3 વાગ્યા સુધીમાં મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની પલ્સ આવવું બંધ થઈ ગયું હતું, એની સાથે થોડાક જ સમયમાં માતાનું પણ અવસાન થઈ ગયું હતું. એમની એક પાંચ વર્ષની દીકરી છે અને પતિ નોકરી કરી રહ્યા છે.

555 Replies to “વેન્ટીલેટરની રાહ જોતા જોતા ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સહિત માં ને કોરોના ભરખી ગયો-ઓમ શાંતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *