Uncategorized

નવાં વાઇરસ એ તો ખૂબ ડરાવ્યા: RT-PCR જેવાં મોટાં ટેસ્ટ માં પણ નથી દેખાતો આ વાઇરસ છતાં માણસ નું મૃત્યુ થાય છે

વાયરસના ડબલ અને ટ્રિપલ મ્યૂટન્ટ RT-PCR તપાસમાં પણ પકડાતા નથી. દિલ્હીના હેલ્વેટિયા મેડિકલ સેન્ટરના ડૉ. સૌર્યદીપ્ત ચંદ્રાએ જણાવ્યું હતું કે કોરોના બીજા અને ત્રીજા મ્યૂટન્ટની સંરચનામાં એટલા બદલાવ આવી ગયા છે કે RT-PCR ટેસ્ટ નવા વાયરસને ઓળખવામાં સક્ષમ નથી.નવા વાયરસથી સંક્રમિત દર્દીની અંદર લક્ષણો પણ બદલાઈ ગયાં છે. હવે કોરોના દર્દીમાં ત્વચામાં નિશાન પડવા, આંખોમાં સંક્રમણ થવું, ભ્રમની સ્થિતિ ઊભી થવી, વિટાકવાની-સમજવાની શક્તિ ઓછી થવી.વિશેષજ્ઞોનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં લોકો આ વેરિયેન્ટનો જ શિકાર થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, દેશમાં હવે કોરોનાનો ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટ ફેલાઈ રહ્યો છે.

પોતાના અભ્યાસના આધારે ICMRએ કહ્યું હતું કે બ્રાઝિલ વેરિયેન્ટ, UK વેરિયેન્ટ અને દક્ષિણી આફ્રિકા વેરિયેન્ટ પર પણ વેક્સિન અસરકારક છે અને એની વિરુદ્ધ પણ આ પ્રોટેક્શન આપે છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોવેક્સિનને કોરોનાના ડબલ મ્યૂટન્ટ પર પણ અસરકારક ગણાવી છે.કોરોના વેક્સિન બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોકેટ અને ભારતીય ચિકિત્સા અનસુંધાન પરિષદ (ICMR)એ કોવેક્સિનના ત્રીજા ફેેઝના ઇન્ટરિમ ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટ જાહેર કર્યા છે.

કંપનીએ પોતાનાં બીજાં વિશ્લેષણાં કોરોનાનાં 87 લક્ષણો પર રિસર્ચ કર્યું હતું.બાદમાં વધતા સંક્રમણ પછી કંપનીના ત્રીજા ફેઝ માટે 127 લક્ષણો પર વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં કોવેક્સિનની એફિકેસી 78% સુધી જોવા મળી. કંપની વેક્સિનનો અંતિમ રિપોર્ટ જૂનમાં જાહેર કરશે. ત્રીજા ફેઝના સ્ટડીમાં 18-98 વર્ષની વચ્ચે 25,800 લોકોને સામેલ કરવામાં આવ્યા.સ્વદેશી કોવેક્સિનના ટ્રાયલનાં પરિણામ ઘણાં જ સારા આવ્યાં છે. ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં અંતિમ પરિણામ મુજબ, આ વેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *