INDIA MAHARASHTRA

આ રાજ્ય ની સરકારે સુપ્રીમ કોર્ટ અને મોદી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આખી દેશ સ્મશાન બની ગયો છે શું આ નરક છે.

મુંબઈમાં સ્થિત વિરાટ-વેસ્ટમાં શુક્રવારે બપોરના સમયે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં 15 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે શિવસેનાએ સામનાના તંત્રીલેખમાં કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ પર આકરા પ્રહાર કર્યા હતા. તંત્રીલેખનું ટાઈટલ હતું ‘શું નરક અહીં જ છે?’

આમાં શિવસેનાએ કોરોના મહામારીની અત્યારની પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. આની સાથે સુપ્રીમ કોર્ટને સવાલ પણ પૂછ્યા છે. સામનામાં લખ્યું છે કે શું સુપ્રીમ કોર્ટને હવે છેક ખબર પડી કે કોરોના મહામારીની પરિસ્થિતિ કેવું ગંભીર રૂપ ધારણ કરીને બેઠી છે? જો સુપ્રીમ કોર્ટ નેતાઓની રેલીઓ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીના રોડ શો અને હરિદ્વારના કુંભ અંગે સાચા સમયે જો ધ્યાન આપ્યું હોત તો પરિસ્થિતિ આટલી ગંભીર ન બની હોત.

ભાજપ અને કેન્દ્ર પર નિશાન સાધતાં શિવસેનાએ લખ્યું હતું કે ‘મોદી અને તેમની સાથે કાર્યરત લોકોને દેશને સ્વર્ગ જેવું બનાવવું હતું, જેના માટે તો વોટ માગતા ફરતા હતા, પરંતુ અત્યારની સ્થિતિને જોતાં દેશ કબ્રસ્તાન અને સ્મશાન બની ગયું છે. ક્યાંક સામુદાયિક ચિતાઓ પ્રગટી રહી છે, તો ક્યાંક હોસ્પિટલો પોતે દર્દીઓ સાથે આગમાં ભશ્મ થઈ રહી છે. સારા દિવસો, સ્વર્ગ તો દૂર-દૂર સુધી નથી દેખાઈ રહ્યું, પરંતુ નરક આવું જ હોય ને? આ પ્રકારનો સવાલ દેશની અત્યારની પરિસ્થિતિને જોઈને ઉદ્ભવે છે.’

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવતાં શિવસેનાએ લખ્યું હતું કે ‘કોરોના એક રાષ્ટ્રીય સમસ્યા છે. આનીવિરુદ્ધ લડાઈ લડવા માટે કેન્દ્રએ કેવા પ્રકારે અને કઈ યોજના બનાવી છે એ સવાલનો જવાબ છેક આજે સુપ્રીમ કોર્ટ માગી રહ્યું છે. દેશની ગંભીર પરિસ્થિતિની નોટિસ સુપ્રીમ કોર્ટે સ્વયં લીધી છે. આ ખુશીની વાત જરૂર છે, પરંતુ જો પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના રોડ શો, હરિદ્વારમાં ધાર્મિક મેળાઓ પર નોટિસ જો સમયસર પાઠવી હોત તો અત્યારે આટલી બધી ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન ન થઈ હોત. લોકોને રસ્તા પર આમ તરફડિયાં મારીને મોતનો સામનો ન કરવો પડ્યો હોત.’

ચૂંટણી કરતાં કોરોના પર આટલું ધ્યાન આપ્યું હોત તો પરિસ્થિતિ આટલી ખરાબ ન થઈ હોત
પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ જેવાં રાજ્યોની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં કોરોના મહામારી પર ધ્યાન આપ્યું હોત તો હિન્દુસ્તાન અત્યારે આ પ્રમાણે કોરોનાના નરકમાં હેરાન ન થતું હોત. ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓ છુપાવ્યા હતા. મુડદાઘરોમાં શબને સંતાડવામાં આવ્યા છતાં પણ સામૂહિક ચિતાઓ પ્રગટી હતી. સારા દિવસો લાવીશું એવા ખોટા વાયદાઓ વચ્ચે અત્યારે દર્દીઓ પાસે હોસ્પિટલમાં બેડ નથી, ઓક્સિજન નથી, વેક્સિન અને દવાઓ પણ યોગ્ય માત્રામાં પ્રાપ્ત થતી નથી. લોકોમાં માત્ર પ્રાયશ્ચિત જણાઈ રહ્યું છે.

હોસ્પિટલમાં દર્દીઓનાં મોત એ વાસ્તવિકતામાં નરક સમાન છે
શિવસેનાએ આગળ લખ્યું હતું કે નાસિક, વસઈ, ભાંડુપ, ભંડારાની હોસ્પિટલોમાં આગ લાગવાથી મૃત્યુ થયાં એ વાત સાચી છે, પરંતુ આ પ્રકારની હોસ્પિટલો તાત્કાલિક ધોરણે ઊભી કરવી પડી જે વાસ્તવિક નરક સમાન છે. દેશનું કાર્યભાર રામ ભરોસે ચાલી રહ્યું છે, એવી વાત દિલ્હી હાઈકોર્ટે કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું કે તમારી પાસે કોઈ યોજના હોય તો પ્રદર્શિત કરો. આનાથી શું થશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *