INDIA

ઉત્તરાખંડ માં વધુ એક ગ્લેશ્યાર તૂટ્યો,291 ના જીવ બચાવ્યા અને આટલા લોકો ના મોત – ઓમ શાંતિ લખીએ

ગ્લેશિયર તૂટીને મલારી-સુમના રસ્તા પર પડ્યું છે. આ રસ્તા પર કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું. સેનાના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે અને 291 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સેનાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે, આ લોકો જોશીમઠના સુમના વિસ્તારમાં બનેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) કેમ્પમાં હતા. ખરાબ હવામાનના કારણે રાતે રેસ્ક્યૂ-ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું.

હવે સવાર થતાં ફરી એ શરૂ કરવામાં આવ્યું છે.આ દરમિયાન હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 28 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવી શકે છે. આ દરમિયાન અહીં લઘુતમ તાપમાન 6 ડીગ્રી અને મહત્તમ તાપમાન 14 ડીગ્રી રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગે 26 એપ્રિલ આસપાસ વાતાવરણ સાફ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.આ વિસ્તારમાં માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. જોશીમઠથી BROની એક ટીમ ઘટનાસ્થળ પર રવાના થઈ છે. સતત થઈ રહેલી બરફવર્ષા અને વરસાદને લીધે ટીમને અહીં પહોંચવામાં સમય લાગી શકે છે.

આ વિસ્તારમાં કોઈ વસતિ નથી અને ફક્ત સેનાની અવરજવર રહેતી હોય છે.મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે તીતી ઘાટીના સુમનામાં ગ્લેશિયર તૂટવાની માહિતી મળી છે. આ અંગે અલર્ટ આપવામાં આવ્યું છે. હું સતત જિલ્લા પ્રશાસન અને BROના સંપર્કમાં છું. જિલ્લા પ્રશાસનને મામલાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *